________________
૩૭૨
લેગસ મહાસુત્ર
ત્યાર પછી ત્રણ લેગસને પાઠ કરે અને ચોવીશ તીર્થકરના સામાન્ય મંત્રની એક પૂરી માળા ફેરવવી.
ધ્યાન વિધિ તે પછી આ યંત્રનું હદયમાં ધ્યાન ધરવું. તેમાં જે જે અંક લખાયેલા છે, તે સ્મૃતિથી અનુક્રમે ઉપસ્થિત કરવા અને તેમાં તે તે તીર્થકરનું ધ્યાન મુદ્રા, વર્ણ તથા લાંછન સાથે ધરવું. દાખલા તરીકે યંત્રમાં સહુ પહેલાં નમિનાથ છે, તે તેમને ધ્યાનમુદ્રાએ બેઠેલા ચિંતવવા. જે દરેક તીર્થકરના વર્ણ અને લાંછન યાદ હશે, તે જ આ રીતે ધ્યાન ધરી શકાશે, એટલે તે વહેલી તકે યાદ કરી લેવા. આ ગ્રંથમાં ચોવીશ તીર્થકરને લગતે જે કે પ્રસિદ્ધ થયેલો છે, તેમાં દરેક તીર્થકરના વર્ણ તથા લાંછન જણાવેલાં છે.
છેવટે નીચેનો લોક યાદ લાવી તીર્થકરોની પરમ વીતરાગતાનું ધ્યાન ધરવું?
प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नवदनकमलमङ्कः कामिनीसंगशून्यः । करयुगमपि यत्ते शस्त्रसम्बन्धवन्ध्यं,
तदसि जगति देवो वीतरागस्त्वमेव ।। (૧) હે પ્રભે! આપનાં બંને ચક્ષુઓમાં પ્રશમરસ ભરેલ છે અને આપનું વદનકમલ પ્રસન્ન છે. આ રીતે પ્રથમ તેમના મુખનું ધ્યાન ધરવું.
(૨) હે પ્રભે! આપના ખેાળામાં કેઈ સી બેઠેલી