________________
૩૬૨
લેગસ્સ મહાસૂસ જવું હોય, તે સમજી લે. આ માળા ત્યારથી માંડીને આજ સુધી અમે નિયમિત ગણીએ છીએ.
પહેલી ગાથા લેગસ્સસૂત્રની પહેલી ગાથાની નિયમિત ગણના. કરવાથી આંખની ઘટી ગયેલી રેશનીમાં સારે સુધારે થાય. છે, એ અમારે ખ્યાલ બંધાયે છે, પણ તે અંગે હજી સુધી વિધિપૂર્વક પ્રયોગ કરી શક્યા નથી. તે કઈ સજના જરૂર કરે અને તેનું જે પરિણામ આવે, તે અમને જણાવે.
એક અનોખું મંત્ર લોગસ્સસૂત્રની પાંચમી ગાથાના ઉત્તરાર્ધમાં છેવટે “તિરંથ મે ઘણીચંતુ” એ ત્રણ પદ આવે છે, તે પણ એક જાતને મંત્ર જ છે. તેને વિધિસર જપ કરતાં મુશ્કેલીઓ ટળે છે અને ઈષ્ટકાર્યની સિદ્ધિ થાય છે.
મંત્રને વિષય ગૂઢ છે. તેમાં ઘણી બાબતે લક્ષ્યમાં લેવાની હેય છે, એટલે ગુરુ કે જ્ઞાનીના માર્ગદર્શન વિના તેમાં આગળ વધી શકાતું નથી. જેઓ મંત્રના વિષયમાં રસ ધરાવતા હોય, તેમણે અમારા રચેલાં (૧) મંત્રવિજ્ઞાન (૨) મંત્રચિંતામણિ અને (૩) મંત્રદિવાકર એ ત્રણ પુસ્તકનું ખાસ અધ્યયન કરવું. આ ત્રણ ગ્રંથ મંત્રવિષયક જરૂરી માહિતીથી ભરપૂર છે અને તેમાં મંત્રની સાધના-સિદ્ધિને લગતા અનેક અનુભવોને નીચોડ અપાયેલ છે.