________________
૩૮
લાગસ મહાસૂત્ર
તેનું ધ્યાન ધરશે, તેએ સર્વ પ્રકારનુ સુખ પામી છેવટે મેાક્ષની પ્રાપ્તિ કરશે. ૮.
આ સ્તેાત્ર રચનારે પેાતાના ગુરુનું નામ આપ્યુ છે, પણ પેાતાનું નામ આપ્યું નથી. કદાચ તેમણે છેલ્લી પંક્તિમાં એ નામ ગર્ભિત રાખ્યું હોય તે તેના નિય હજી સુધી આપણે કરી શકયા નથી. તાત્પર્ય કે આ સ્તાત્ર શ્રીજયંતિલકસૂરિજીના કોઈ વિદ્વાન શિષ્યે બનાવેલુ છે અને તે એની મનારમ રચનાને લીધે લેાકપ્રિય થયેલું છે. કેટલાક ગ્રંથામાં તે છપાઇ ચૂકયુ છે, પણ તેનેા ગુજરાતી. અનુવાદ અને તેના પરથી યંત્ર મનાવવાની રીતનું સ્પષ્ટીકરણ તો અહીં આ પહેલી જ વાર થાય છે. આ સ્તોત્ર કુલ આઠ શ્લેાકેાનુ છે, તેમાં પહેલા પાંચ શ્લોકા યંત્ર બનાવવાની રીતના છે અને પછીના ત્રણ. શ્લેાકા તેની ફલશ્રુતિ દર્શાવનારા છે.
6241
આ સ્તેાત્રની છઠ્ઠી ગાથામાં એમ કહ્યું છે કે, યંત્ર જિનાના નામથી અંકિત છે, ' એટલે કે ત્યાં જિનનામના ક્રમ અનુસાર અંક ભરવાના છે અને આયંત્ર પાંસઠની સંખ્યાથી ઉદ્દભવેલા છે,' એટલે કે એ કોને સરવાળે બધી માજુથી ૬૫ પાંસઠ થાય એમ છે, એટલે તે પાંચે યંત્ર છે. આ યંત્ર ભવ્ય, અતિભવ્ય, સ તાભદ્ર કે મહાસ તાભદ્રમાંથી કયા પ્રકારને છે, તે અહી જણાવ્યું નથી, પણ આ રીતે યંત્રરચના કર્યાં પછી તેની પરીક્ષા કરતાં તે મહાસતાભદ્ર જણાયેલા છે.