________________
પૂજન-ધ્યાન મંત્ર
૩૬૯
આ યંત્રની ફલશ્રુતિને સાર એ છે કે જ્યાં આ યંત્રની વિધિસર સ્થાપના કરવામાં આવે છે અને તેની નિત્ય પૂજા થાય છે, ત્યાં ભૂત, પ્રેત, પિશાચ વગેરેના ભય ઉપસ્થિત થતા નથી અને સર્વ વાતે લીલાલહેર થાય છે. વળી તેનુ ધ્યાન ધરવામાં આવે તે સર્વ મનાથની સિદ્ધિ થાય છે અને આખરે મેાક્ષ પ્રાપ્ત કરી શકાય છે. તાત્પય` કે આ યંત્રના પૂજન અને ધ્યાન અને માટે ઉપયોગ કરી શકાય છે.
આ યંત્ર ભૂપત્ર પર કેશર-ચંદન-ગોરોચન આદિ ઉત્તમ દ્રન્ગેા વડે અથવા તે અષ્ટગંધ વડે દાડમની કલમે કે સુભ્રૂણની કલમે શુભ મુહૂર્તે લખીને તૈયાર કરવા જોઇએ, અથવા તે ત્રાંબાના પતરાં પર અંકે કોતરીને કે ઉપસાવીને નિર્માણ કરવા જોઇએ અને તેની વિધિસર પ્રતિષ્ઠા કર્યાં પછી તેના ઉપચાગ કરવા જોઇએ. ખરી વાત તે એ છે કે કોઈ યંત્રવિશારદની દેખરેખ નીચે આવેા યંત્ર તૈયાર કરીને તેને ઉપયાગમાં લેવા જોઇએ.
યંત્ર બનાવવાના વિધિ
(૧) પ્રથમ એક સમર્ચારસદારવા. જેની લંબાઈ અને પહેાળાઈ સરખી હાય, તે સમચારસ કહેવાય.
(૨) પછી તેમાં ચાર ઊભી અને ચાર આડી સમાંતર રેખાએ દારવી. સમાંતર એટલે સરખા અંતરવાળી. આ રીતે સમાંતર રેખાઓ દોરતાં એ સમચારસમાં ખરાખર પચીશ કાઠા પડશે.
૨૪