________________
[ ર૩ ] પૂજન-ધ્યાન-યંત્ર
યંત્ર પણ કાર્ય સિદ્ધિનું એક અંગ ગણાય છે. તેના અનેક પ્રકારે અસ્તિત્વમાં આવેલા છે. તે અંગે કેટલુંક મહત્વનું વિવેચન અમે મહાપ્રભાવિક ઉવસગ્ગહર.. તેંત્ર' નામના અમારા ગ્રંથમાં કરેલું છે
લેગસ્સસૂત્રના આધારે જે યંત્ર અસ્તિત્વમાં આવ્યા છે, તેમાં સહુથી વધારે મહત્વને શ્રી “ઋષિમંડલમહાયંત્ર છે. તેનું આરાધન પણ આજે સારા પ્રમાણમાં થાય છે, પરંતુ આ પ્રકરણમાં તેને પરિચય આપી શકાય એમ નથી. એ માટે તે અમારે રચેલે “શ્રી ઋષિમંડલ આરાધના નામને ખાસ ગ્રંથ વાંચ-વિચારે જોઈએ.
૧. આ ગ્રંથ બે વાર છપાયા પછી હાલ અપ્રાપ્ય બને છે, પણ પુસ્તકાલયો વગેરેમાંથી મળવાની શક્યતા છે.
૨. આ ગ્રંથ બીજીવાર છપાયે છે અને હાલ તે મળી શકે છે.. તેની પાછળના ભાગમાં શ્રી ભદ્રગુપ્તાચાર્ય કૃત “અનુભવસિદ્ધમંત્રદ્વાચિંશિકા પણ ગુજરાતી અનુવાદ અને વિવેચન સાથે અપાયેલી છે. .