________________
૩૬૦
લેગસ્સ મહાસૂત્ર કેરીની મોસમ ચાલતી હતી અને મારે કાર્યસિદ્ધિ પર્યત આ બે વસ્તુઓને ત્યાગ કરવાનું હતું.'
હું પછી?” અમે આગળની વાત સાંભળવાની ઈંતેજારી બતાવી. તેમણે કહ્યું: “મેં રે જ છેલ્લી ગાથાની માળા ફેરવવા માંડી. આ માળા હું ખૂબ શ્રદ્ધાપૂર્વક ગણું હતું અને તે વખતે કઈ આડાઅવળા વિચારે આવવા દેતો ન હતે. પંદર દિવસ બાદ ધંધાની સ્થિતિ સુધરવા માંડી અને ૪૫ દિવસમાં તે મેં ગુમાવેલા બધા પૈસા પાછા આવી ગયા.”
- “ખરેખર અદ્દભુત !” અમારા હૃદયમાંથી સહસા 'ઉદ્ગાર સરી પડ્યા.
તેમણે કહ્યું: “ત્યારથી એ માળા ગણવાનું આજ સુધી ચાલુ છે. પરિણામે હું સુખી છું.'
ત્યાર પછી આશરે બે વર્ષે એક નાણુકીય કૌભાંડમાં અમે ફસાઈ ગયા. કૌભાંડ કરનારે અમારા વિશ્વાસને દુપગ કરી રૂ. ૬૪૦૦૦ ની બેટી રસીદો અમને ભેરવી દીધી અને એ રકમ માજશેખમાં ઉડાવી દીધી. બીજા કેટલાકની સાથે પણ તેણે આ જાતને વ્યવહાર કર્યો હતે. અમને જ્યારે ખરી વસ્તુની જાણ થઈ, ત્યારે કેઈ પણ જાતની ધમાલ કર્યા વિના ચૂપચાપ આસન પર બેસી ગયા અને લેગસ્સસૂત્રની છેલ્લી ગાથાની માળા ફેરવવાનું ચાલુ કર્યું. ભજન અને આરામને થોડો સમય બાદ કરતાં એ માળા ફેરવ્યા જ કરી. બીજા દિવસે નિત્યપૂજન પછી પણ