________________
[ ૨૦] ભવ્ય ભક્તિસૂત્ર
લેગસ એક ભવ્ય ભક્તિસૂત્ર છે, તેની પાઠકમિત્રને પૂર્ણ પ્રતીતિ થાય, તે માટે અહીં તેને સમીક્ષાત્મક પરિચય આપીશું.
“જૈન ધર્મમાં પ્રભુભક્તિ, ઈશ્વરભક્તિ કે પરમાત્માની ભક્તિને સ્થાન છે ખરું?” તેને ઉત્તર આ સૂત્ર પરથી સાંપડે છે. જૈન ધર્મ પ્રભુ, ઈશ્વર કે પરમાત્માસ્વરૂપ પિતાના ઈષ્ટદેવની ભક્તિમાં માને છે, તેથી જ તેમાં આ પ્રકારનું સૂત્ર રચાયું છે અને તે જેના માથે જિનશાસન ચલાવવાને સધળે ભાર રહે છે, એવા ગણધર ભગવંતોએ રચેલું છે, એટલે જનધર્મના ભક્તિવિષયક વલણ અંગે કઈ પણ પ્રકારની શંકા કરવા જેવું નથી.
કેટલાક કહે છે કે જેને ભક્તિમાં તે માને છે, પણ તેમણે એને જેટલે વિકાસ કરવો જોઈએ, તેટલે કર્યો નથી, અર્થાત્ તેને વેગની કોટિએ પહોંચાડે નથી. પરંતુ