________________
૩૪૬
લેગસ મહાસૂત્ર ફિલપૂજા પણ અવશ્ય કરવી જોઈએ. એથી પંચોપચાર પૂજા થઈ ગણાય, જેનું તાંત્રિક દૃષ્ટિએ ઘણું મહત્વ છે. જે ઈચ્છા હેય તે નૈવેદ્યપૂજા પણ કરી શકાય અને તે નિમિત્તે ત્રણ કે પાંચ પ્રકારની મિઠાઈઓ અને તેના અભાવે સાત સારના ગાંગડા મૂકી શકાય. આ બધા ઉપચારે વીશ તીર્થકરેનો સામાન્ય મંત્ર બોલીને જ કરવા જોઈએ.
(૧૬) તે પછી ત્રણ વાર નમસ્કારમંત્ર બોલીને લેગસનો પાઠ શુદ્ધિ અને ભાવપૂર્વક બેલવાનો પ્રારંભ કરવું જોઈએ. શરૂઆતમાં આ પાઠ ૧૨ વાર કરે, પછી ૧૬, ૨૦, ૨૪ એ કમે ૪૦ સુધી પહોંચવું. સંખ્યા કરતાં શુદ્ધિનું મહત્ત્વ વધારે છે, એ ભૂલવું નહિ. એક પાઠ. કડકડાટ બેલીને પૂરે કરે, એનું આરાધનાની દષ્ટિએ કઈ મહત્ત્વ નથી. જે પાઠ ચિત્તની શાંતિ અને સ્થિરતાપૂર્વક વ્યંજનશુદ્ધિ અને સંહિતાના ધોરણે ઉલ્લાસથી બોલાય, તે આરાધનાની દષ્ટિએ એગ્ય છે અને તેનું જ ખરું મહત્ત્વ છે. આ વસ્તુ આજે ભૂલાઈ છે અને તેથી ભારે ગરબડ થઈ ગઈ છે, માટે આ સૂચના પર ખાસ લક્ષ આપવું.
(૧૭) લોગસ્સસૂત્રને પાઠ પૂરો થયા પછી અહમંત્રની ૫ માળા ગણવી જોઈએ અને ધીમે ધીમે અનુકૂળતા મુજબ તેની સંખ્યા વધારવી જોઈએ. અમે નમસ્કારમંત્રસિદ્ધિ, શ્રીત્રષિમંડલ આરાધના તથા સિદ્ધદાયક સિદ્ધિચકમાં અહંમંત્ર અંગે વિસ્તૃત વિવેચન કરેલું છે, તે આ આરાધના કરનારે વાંચી-વિચારી લેવું જોઈએ.