________________
૩૫૧
કપ અને મંત્ર નિવારણ, વૃષ્ટિ એટલે મનના મને રથની સિદ્ધિ અને પુષ્ટિ એટલે સૌભાગ્યની વૃદ્ધિ. અહીં એટલી સ્પષ્ટતા કરી દઈએ કે સુજ્ઞ મનુષ્યએ તો મંત્ર સાધના–સિદ્ધિદ્વારા શાંતિ- તુષ્ટિપુષ્ટિ માટે જ પ્રયત્ન કરવા જોઈએ. તે સિવાયનાં અન્ય કાર્યોની ઈચ્છા રાખવી ન જોઈએ. બીજાનું બૂરું કરતાં આપણું પોતાનું બૂરું થાય છે, એ ધાર્મિક સિદ્ધાંતમાં આપણે પૂરેપૂરા શ્રદ્ધાન્વિત થવું જોઈએ. જેમણે પ્રાપ્ત મંત્રસિદ્ધિ વડે બીજાનું બૂરું કર્યું છે, તેમનું આખરે ભૂરું થયું છે.
લેગસ્સસૂત્રની પ્રત્યેક ગાથાને મંત્રીને લગાડી તેની સાધના કરતાં અમુક પરિણામે લાવી શકાય છે, જેને ખ્યાલ તે અંગે રચાયેલા એક ખાસ ક૫ પરથી આવે છે. પાઠકોની જાણ માટે તે કલ્પ અહીં પૂરેપૂરે રજૂ કિરીએ છીએ.
લેગસ્સ-કપ
પ્રથમ મંડલ ॐ हैं। श्री ऐ लोगस्स उज्जोअगरे धम्मतित्थयरे जिणे अरिहंते कित्तइस्स चउवीस पि केवली मम मनोऽभीष्टं कुरु कुरु स्वाहा ।
આ મંત્ર પૂર્વ દિશા સામે ઊભા રહી કાર્યોત્સર્ગ અવસ્થા ધારણ કરી ૧૪ દિવસ સુધી રેજ ૧૦૮ વાર ગણ. આ સમય દરમિયાન બ્રહાચર્ય પાળવું આવશ્યક