________________
[ ૨૨ ]
કલ્પ અને મંત્ર
અક્ષર કે શબ્દની વિશિષ્ટ રચનાને મંત્ર કહેવામાં આવે છે. તેને શ્રદ્ધા–શુદ્ધિ–વિધિપૂર્વક જપ કરવાથી કાર્યસિદ્ધિ થાય છે, એટલે તે “સાધન મનાય છે. જેના વડે સિદ્ધિ થાય, તે સાધન કહેવાય. આવાં અનેક સાધને આપણે ત્યાં વિદ્યમાન છે.
ધર્મશાસ્ત્રોએ મંત્રને સ્વીકાર કર્યો છે, એટલું જ નહિ, પણ તેની શકિતની પ્રશંસા કરી છે, એટલે તે એક પ્રકારનું શક્તિસાધન મનાયું છે. તેની સિદ્ધિ વડે રેગ અને ભયનું નિવારણ કરી શકાય છે, ધન-સંપત્તિમાં વધારો કરી શકાય છે અને જેઈતી કોઈ પણ વસ્તુ મેળવી શકાય છે.. વળી તેની સિદ્ધિ વડે કોઈને મોહિત કરી શકાય છે, સ્તભિત કરી શકાય છે, સ્થાનભ્રષ્ટ કરી શકાય છે, રોગગ્રસ્ત કરી શકાય છે અને મરણને શરણું પહોંચાડી શકાય છે, એટલે કે મંત્રસિદ્ધિ વડે સારા અને ખોટાં બંને જાતનાં.