________________
૩૪૮
લેગસ્સ મહાસૂત્ર - દ્રવ્યોનો ત્યાગ કરે. કેઈ સાથે ટંટા-ફિસાદમાં ઉતરવું નહિ કે બાહ્ય પ્રવૃત્તિઓમાં વિશેષ ભાગ લે નહિ.
જે આ રીતે લેગસસૂત્રની ખાસ આરાધના કરવામાં આવે તે થોડા જ વખતમાં તેનું શુભ પરિણામ જોવામાં આવશે અને તેમાં ઉત્તરોત્તર વધારો થતો જશે. છેવટે સમાધિમરણને લાભ જરૂર થશે અને પરલોક સુધરશે. પ્યારા - પાઠકમિત્રે તમારે આથી વધારે જોઈએ છે શું ? તમે આજથી આ આરાધના માટે કૃતનિશ્ચથી બને અને તમારા મંગલમય ભાવીની ખાતરી મેળવી લો. •