________________
લેગરૂની ખાસ આરાધના
૩૪૭ (૧૮) તે પછી વશ તીર્થકરનું સાલંબન ધ્યાન ધરવું જોઈએ. તેમાં એક પછી એક તીર્થકરને મન પ્રદેશ સમક્ષ લાવી, તેમની ધ્યાનમુદ્રા, તેમને વર્ણ તથા તેમના લાંછનનાં દર્શન કરવા જોઈએ. જે આ રીતે તીર્થંકરનાં દર્શન નહિ કરવામાં આવે તે તેમની વ્યક્તિગત ભિન્નતા
સ્મરણપટમાં ઉપસશે નહિ અને તેમનું ધ્યાન યથાર્થ પણે થશે નહિ. ધ્યાનનું ક્ષેત્ર તે ઘણું મોટું છે અને તે ખાસ શિક્ષણ તથા માર્ગદર્શન માગે છે, પણ બધાને તેની પ્રાપ્તિ થવી સહેલી નથી, એટલે અહીં જરૂરી સૂચનાઓ આપી છે.
આ ધ્યાન જેમ જેમ જામતું જશે, તેમ તેમ શાંતિ, આનંદ અને પ્રસન્નતાને અનુભવ થતો જશે અને કેટલીક વાર ચમત્કારિક અનુભવ પણ થશે, પરંતુ તેમાં અટવાઈ ન જતાં આરાધકે તે આગળ જ વધવું અને આખરે તેમાં આપણું તમામ ચિત્તવૃત્તિઓને પૂરે લય થયો કે સિદ્ધિસદનનાં બારણાં ઉઘડી જશે.
(૧૯) આ આરાધના કરનારે બને ત્યાં સુધી બપોરે પણ સુખાસને બેસીને લેગસસૂત્રના પાઠનું ત્રણ વાર
સ્મરણ કરવું અને એ જ રીતે રાત્રે સૂતાં પહેલાં પણ ત્રણ વાર સમરણ કરવું.
(૨૦) આ આરાધના કરનારે રાત્રિભૂજન કરવું નહિ, અભય પદાર્થોને ઉપગ કર નહિ, સંયમ અને સાદાઈથી રહેવું, દેવ-ગુરુ-ધર્મની બને તેટલી સેવા કરવી અને પર્વ દિવસે કંઈ પણ તપશ્ચર્યા કરવી અથવા અમુક