________________
૩૫૪
લેગસ્સ મહાસૂત્ર જોઈએ. ચોથા મંડલમાં ઉપરના શબ્દો ઓછા છે, એટલે તે ત્યાં મૂકવામાં આવ્યા છે.
ચેથું મંડલ __ ॐ हैं। नमः कुंथु अरं च मल्लिं वंदे मुणिसुव्वयं नमिजिणं च, वंदामि रिट्टनेमि पास तह वद्धमाणं च ( मम ) मनोवांछितं पूरय पूरय हैं। स्वाहा।
અહીં કૌંસમાં મમ શબ્દ અમારા તરફથી મૂકાયેલ છે, તે ત્યાં અવશ્ય હવે જોઈએ, અન્યથા મંત્ર અધૂરા રહે છે. આ મંત્ર ઉત્તરાભિમુખ થઈને પીળાં વસ્ત્રો પહેરીને પીળી માળા વડે એટલે કે કેરબાની માળા વડે ગણવાને છે. તેના કુલ ૧૨૦૦૦ જપ કરવાના છે, પણ તે કેટલા સમયમાં પૂરા કરવા, તે જણાવેલું નથી. પરંતુ તે ૧૨થી ૨૪ દિવસ સુધીમાં પૂરા કરવા જોઈએ, એ અમારે
ખ્યાલ છે. આ મંત્રજપના પરિણામે કુટુંબમાં શાંતિ થાય છે અને પિતાનું માન વધે છે. વળી જેને ડાકિની શાકિની વળગેલી હોય, તેના કાનમાં ફૂંક મારવાથી તે ચાલી જાય છે. (આ ફૂકે ત્રણ વાર મારવી જોઈએ.) જે આ મંત્ર કાગળ પર કુંકુમ–ગેરેચન આદિ ઉત્તમ દ્રવ્ય વડે લખી, તેની ચિઠ્ઠી બનાવી (માદળિયામાં ઘાલી) ગળામાં નાખવામાં આવે તે સર્વ પ્રકારના તાવ ઉતરી જાય છે.
- પાંચમું મંડલ * f 1 વર્ષ ના અમિથુન વિદુર-૧-રા