________________
૩પ૦
લેગસ્સ મહા સૂત્ર પરિણામે લાવી શકાય છે. “સારાને સારું ગમે, બૂરાને બૂરું ગમે.” એ ન્યાયે સુજ્ઞ-સમજુ–સહૃદયી મનુષ્ય મંત્રસિદ્ધિનાં સારાં પરિણમે લાવવા મથે છે અને એ રીતે સ્વ–પર–ઉન્નતિ સાધે છે; જ્યારે દુર્જન-દુષ્ટ મનુષ્ય તેનાં ખરાબ પરિણામે લાવી બીજાને હેરાન-પરેશાન કરી મૂકે છે અને એ રીતે સમાજને શાપરૂપ બની જાય છે. જે કે શેરને માથે સવાશેર હોય છે અને તેવાઓને પણ ઉપાય થાય છે, પરંતુ આવી પરિસ્થિતિ ઊભી જ ન થાય, તે માટે પ્રથમ મનુષ્યની પરીક્ષા કરી, તે અધિકારી જણાય તે જ તેને યેગ્ય ગુરુદ્વારા મંત્રદાન કરવાની પદ્ધતિ અમલમાં છે.
મંત્ર અને તેની સાધના-સિદ્ધિ અંગે ઘણી વસ્તુઓ જાણવા જેવી છે, એટલે કે તે માટે ખાસ વિજ્ઞાન ઊભું થયેલું છે, જેને પરિચય અમે મંત્રવિજ્ઞાન નામના ગ્રંથમાં કરાવેલ છે.
લેગસસૂત્રનો ઉપગ મુખ્યત્વે ધર્મધ્યાનની વૃદ્ધિ કરવા માટે થાય છે, પરંતુ મંત્રસાધન તરીકે તેને ઉપ
ગ કરે હોય તે થઈ શકે છે. તેને પાઠ નિત્ય-નિયમિત કરતાં તે મંત્ર જેવું જ કામ આપે છે. તે અંગે આ ગ્રંથના પ્રથમ પ્રકરણમાં જ બે દાખલા આપેલા છે. ઉપરાંત તેના વડે શાંતિ-તુષ્ટિ–પુષ્ટિને લાગતાં બીજાં કાર્યો પણ થઈ શકે છે. શાંતિ એટલે રેગ, ભય કે આપત્તિનું 1. હાલ આ ગ્રંથની ત્રીજી આવૃત્તિ ચાલે છે.