________________
૩૪૮
લેગર્સ મહાસૂત્ર શુદ્ધિપૂર્વક અગાઉથી કંઠસ્થ કરી લેવો જોઈએ, તેમજ આ આરાધનાને લગતા મંત્રો પણ બરાબર શીખી લેવા જોઈએ.
[૧૦] જે આ આરાધના શરૂ કરતી વખતે સૂર્યોદય થઈ ગયો હોય કે થવાની તૈયારી હોય તે આપણે પૂર્વભિમુખ બેસી શકીએ, એવી રીતે સર્વ તૈયારી રાખવી જોઈએ.
(૧૧) સહુ પ્રથમ પાટલા કે બાજોઠ પર નમસ્કારમંત્ર બોલીને વશ જિનપટને પધરાવો અથવા તે તેને લગતા ફોટાને પધરાવવે.
(૧૨) પછી ઘીને દીપક પ્રકટાવે. તે માટે ગાયનું ઘી વપરાય તે ઉત્તમ, નહિ તે ભેંસના ઘીને ઉપગ કરે; પણ તે સિવાયના ઘીને ઉપયોગ કરે નહિ. વળી આ માટે જે ઘી વાપરીએ તે એક જુદા ઠામમાં રાખવું અને તેને ઢાંકણાં વડે ઢાંકી દેવું. તાત્પર્ય કે તેને ઉઘાડું રાખવું નહિ. જે આ ઠામ ઉઘાડું હોય તો તેમાં જીવજતુ પડવાનો કે કઈ વખત ઝેરી લાળ પડવાનો પણ સંભવ રહે છે, તેથી આ સૂચના યાનમાં રાખવાની છે. ઘીને દીપક આપણું ડાબા હાથે આવે એ રીતે મૂકવે.
(૧૩) તે પછી સુગંધી અગરબત્તી પ્રકટાવી એ પટને કે ફેટાને ધૂપિત કરે અને તે આપણું જમણે હાથે રહે, એ રીતે સ્ટેન્ડ પર ગોઠવવી. અગરબત્તીઓ અનેક પ્રકારની આવે છે, તેમાંથી મસાલાની બનેલી અને ઓછામાં ઓછા કલાકથી પિણે કલાક ચાલે એવી અગરબત્તીની પસં. દગી કરવી.