________________
૩૪૨
લોગસ્સ મહાસૂત્ર (૭) તે પછી ઘરે આવી લેગસસૂત્રની ખાસ આરાધનાને આરંભ કરે. તે માટે નીચેની વસ્તુઓની જરૂર પડે છે, એટલે તે એકઠી કરી રાખવી:
[૧] લાલ પાટલ અથવા બાજોઠ. તે આ આરાધના માટે જુદો જ હવે જોઈએ અને વારંવાર ભીનું પતું લગાડી સાફ કરતાં રહેવું જોઈએ. જ્યારે તેને ઉપયોગમાં લઈ એ ત્યારે તે સાફ-સ્વચ્છ હવે જોઈએ.
(૨) ચેવીશજિનને પટ અથવા ચોવીશ જિનનું છાપેલું ચિત્ર, જિનપટ કુશલ ચિત્રકાર પાસે ખાસ તૈયાર કરાવ. પ્રથમ આવા પટો જયપુરમાં તૈયાર મળતા, પણ હાલ મળતા નથી કે ભાગ્યે જ મળે છે, એટલે તે આપણી અનુકૂલતા મુજબ અહીં જ તૈયાર કરાવી લે. તે શક્ય ન હોય તે લેગસને એક છાપેલે ચિત્રપટ તૈયાર મળે છે, તેને ફેમ કરાવીને ઉપયોગમાં લે.
[૩] ઘીનો દીપક, તેને લગતી સામગ્રી સાથે. [૪] સુગંધી અગરબતી, સ્ટેન્ડ સાથે.
[૫] સંપૂર્ણ ઊનનું વેત આસન. મોક્ષપ્રાપ્તિ, સાત્વિક સાધના–આરાધના, ચિત્તશાંતિ તથા રોગનિવારણ માટે વેત આસન પ્રશસ્ત છે. તે સંપૂર્ણ ઊનનું હોવું જોઈએ. સૂતરાઉ આસન સાધના-આરાધનામાં વાપરવાનું નથી. તે દોષપાત્ર ગણાયેલું છે. વળી આ આસન કેઈનું વાપરેલું નહિ એટલે કે નવું હોવું જોઈએ. કેઈનું વાપરેલું આસન વાપરવાને નિષેધ છે.