________________
લેગસ્સની ખાસ આરાધના
૩૪૧ મળે છે, એ શ્રી હેમચંદ્રાચાર્યને મત છે. આ કમલબંધજપની રીત એ છે કે પ્રથમ આઠ પાંખડીનું કમલ. કલ્પવું, તેની કણિકામાં અરિહંત, ઉપરની દિશામાં સિદ્ધ, જમણા હાથની દિશામાં આચાર્ય, નીચેની દિશામાં ઉપાધ્યાય અને ડાબા હાથની દિશામાં સાધુની કલ્પના કરી તેમને નમસ્કાર કરે. પછી વિદિશાઓમાં અનુક્રમે ચાર ચૂલિકાપદે એટલે “એસે પંચ નમુક્કારો” આદિ ચાર પદોની ભાવનાપૂર્વક તેમનું સ્મરણ કરવું. આ રીતે સાત જપ કરવા. નમસ્કારમંત્રથી પ્રયુક્ત થયેલી આરાધના કે કિયા જલ્દી ફલવતી થાય છે, એ વાત લયમાં રાખવી. શરૂઆતમાં કમલબંધ જપ કરવામાં ગેડી મુશ્કેલી પડે છે, એટલે કે કલ્પનાચિત્રે બરાબર ઉઠતાં નથી, પણ ચેડા અભ્યાસે તે સિદ્ધ થઈ જાય છે. આ ક્રિયા ઉત્તરાભિમુખ થઈને કરવી, એટલે કે એ સમયે આપણું મુખ ઉત્તરમાં આવે એ રીતે બેસવું. મંત્ર-તંત્ર વિશારદોનું એવું માનવું છે કે આ સમયે ઉત્તરાભિમુખ બેસવાથી પૃથ્વી પરથી પસાર થતા શક્તિના પ્રવાહો આપણને અનુકૂલ રહે છે.
(૫) ત્યાર બાદ જે નિત્યક્રિયાને નિયમ હય, તે નિત્ય ક્રિયાઓ કરવી.
(૬) તે પછી શૌચ–૨નાનાદિથી પરવારીને ચડતા પરિણામે જિનપૂજા કરવી. તેને વિધિ “જિનેપાસનામાં અમે વિસ્તારથી આપેલ છે.