________________
લોગસની ખાસ આરાધના
૩૩૮ ભાવના હતી અને આજે પણ તેનો નિર્વાહ કરવાની જરૂર છે. તાત્પર્ય કે સંકલ્પ કર્યા પછી તેને કઈ પણ સંગોમાં છોડે નહિ, એ આપણી ટેક હેવી જોઈએ. આવા પ્રસંગે ઘણા ભાગે કોટી થાય છે, પણ એ કટીમાંથી પાર ઉતરીએ તે છેવટે સારું પરિણામ આવે છે.
વંકચૂલ ચોરે એક મુનિરાજ આગળ હાથ જોડીને એવી પ્રતિજ્ઞા લીધી હતી કે “અજાણ્યાં ફલે ખાવાં નહિ.” હવે એક વખત ચોરી કરીને તે પાછો ફરતો હતો, ત્યારે પિતાના સાથીઓ સાથે જંગલમાં ભૂલે પડયો. ત્યાં રખડપટ્ટી કરતાં બધાને ખૂબ ભૂખ લાગી, એટલે તેઓ આહારની શોધમાં નીકળી પડયા અને એમ કરતાં એક વૃક્ષ પર સુંદર ફળો લટતાં જોઈને તેડી લાવ્યાં. તે તેમણે વંકચૂલ સમક્ષ રજૂ કર્યા. વંકચૂલ પોતે આ ફલેને ઓળખતે ન હતું, એટલે કે તેને માટે તે અજાણ્યાં હતાં. તેણે સાથીઓને પૂછયું :
આ ફલનું નામ શું?” સાથીઓએ કહ્યું : “એ તે ખબર નથી. એટલે વંકચૂલે પિતાની પ્રતિજ્ઞા યાદ કરીને જણાવ્યું : “તે મારે માટે એ કામનાં નથી.” સાથીઓએ કહ્યું: “બીજે આહાર મળ મુશ્કેલ છે. જે આ ફલ ખાઈને સુધાનું નિવારણ નહિ કરે તે હાલત ઘણી ખરાબ થશે.” વંકચૂલે કહ્યું: “જે થવું હોય તે થાય, પણ હું મારી પ્રતિજ્ઞા તે નહિં જ તેડું.” અને તેણે એ લે ન ખાધાં. હવે તેના બધા સાથીઓએ ઉદરતૃપ્તિ કરવા એ ફલે ખાધાં અને તેઓ શેઠા જ વખતમાં મરણ પામ્યા,