________________
૩૪૦
લેગ મહાસૂત્ર કારણ કે તે કિપાક નામના ઝેરી વૃક્ષનાં ફલે હતાં, તે પિતે બચી ગયો. તાત્પર્ય કે એક વસ્તુને સંકલ્પ કર્યા પછી -પ્રતિજ્ઞા લીધા પછી કસોટી તે થાય જ છે, પણ તેમાં પાર ઉતરવું જોઈએ.
(૨) લેગસૂત્રની ખાસ આરાધના કરનારે પ્રારં. ભમાં બને તે ત્રણ ઉપવાસ, નહિ તે ત્રણ આયંબિલ, નહિ તો એક ઉપવાસ, નહિ તે એક આયંબિલ અને તે પણ ન બને તે છેવટે એક એકાસણું કરવું જોઈએ. તપ એ ભાવમંગલ છે, તેનાથી વિદને વિનાશ થાય છે અને ઈષ્ટકાર્યની જલદી સિદ્ધિ થાય છે, તેથી આ આરાધનાના પ્રારંભે નાનું-મોટું કોઈ પણ તપ અવશ્ય કરવું જોઈએ.
(૩) આ આરાધના શુભ મુહૂર્ત એટલે કે શુભ દિવસે થાય તે જરૂરનું છે, તેથી જાણકાર પાસે તેનો દિવસ જોવડાવી રાખો.
(૪) આ આરાધના કરનારે પ્રાતઃકાલમાં વહેલા ઉઠી પંચપરમેષ્ટિ–નમસ્કારને સાત વાર કમલબંધ જપ ર્યા પછી શાંત-સ્વસ્થ ચિત્તે લોગસ્સસૂત્રનું ત્રણ વાર સ્મરણ કરવું જોઈએ, એટલે કે તે મનમાં બેલી જ જોઈએ. - અહીં એટલું ખ્યાલમાં રાખવું કે શ્રાવકને મુખ્ય આચાર પ્રાતઃકાલમાં ઉઠતાં વેંત નમસ્કારમહામંત્રનું પાંચથી સાત વાર સ્મરણ કરવાનું છે. આ સ્મરણ કમલબંધજપથી કરવામાં આવે તે તેનું ફલ એક ઉપવાસ જેટલું