________________
લેગસ્સની ખાસ આરાધના
૩૩૭ એટલે તેઓ લોગસ્સસૂત્રની આરાધનામાં વિશેષ રસ લે, એ સ્વાભાવિક હતું. શરીર અને મનની સ્વસ્થતા, આંતરિક શક્તિઓને વિકાસ, વ્યક્તિત્વનું પ્રભાવશાળી ઘડતર અને ઈષ્ટકાર્યની સિદ્ધિ, એ તેનાં સ્વાભાવિક પરિણામે હતાં, એટલે લેગસસૂત્રની આરાધના એક ઉત્તમ કોટિની આરાધના ગણાતી અને તે ઘણાનું આકર્ષણ કરતી.
જે મહર્ષિઓ-મુનિઓ ઊભા રહીને લેગસસૂત્રની આરાધના કરવાને શક્તિમાન ન હતા, તેઓ સ્થિરાસને બેસીને એ આરાધના કરતા, પણ બને ત્યાં સુધી આરાધના કરવાની તક જવા દેતા નહિ. તેમના અનુકરણરૂપે શ્રાવકવર્ગમાં પણ એ આરાધનાને ઠીક ઠીક પ્રચાર હતે.
શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજ કે જેમણે સમ્રાટ અકબરને પ્રતિબંધ કરી જીવહિંસાને લગતાં અનેકવિધ કાર્યો બંધ કરાવ્યાં હતાં અને જૈન તીર્થો માટે ખાસ ફરમાન મેળવ્યાં હતાં, તેઓ લેગસસૂત્રના ખાસ આરાધક હતા. શ્રી હીરવિજયસૂરિરાસના કથન અનુસાર તેઓ રોજ એની પૂરી માળા ગણતા, એટલે કે ૧૦૮ લેગસની ગણના કરતા. સંભવ છે કે તેમની આ આરાધનાએ જ તેમને જિનશાસનના મહાન પ્રભાવક બનાવ્યા હોય. આવા તે બીજા દાખલાઓ પણ અનેક હશે, પરંતુ અહીં તેની નેધ કરવાનું શકય નથી, કારણ કે એ દિશામાં હજી સુધી ખાસ પ્રયત્ન થયેલો નથી. પણ અમારે સામાન્ય ખ્યાલ એ છે કે અનેક મુનિ–મહાત્માઓએ લેગસ્સસૂત્રની ખાસ
૨૨