________________
ભવ્ય ભક્તિસૂત્ર
૩૩૩ હોય છે. જા નિષ્કરા આ બે પદો વડે જ્યારે આપણે સિદ્ધ ભગવંતેને ગુણાનુવાદ કરીએ ત્યારે તેમને આત્માનું શુદ્ધ સ્વરૂપ આપણા અંતરચક્ષુઓ સમક્ષ તરવરવું જોઈએ.
બીજે તેમના ચિત્ ગુણને લેવામાં આવ્યું છે. ચિતગુણ એટલે ચૈતન્ય. તેનું મુખ્ય લક્ષણ જ્ઞાન છે, તેથી ચિ-. ગુણને જ્ઞાનગુણ સમજવાનો છે. તેઓ પિતાના આ જ્ઞાનગુણને પ્રકાશ કરે તે અનેક આદિ-અનેક સૂર્યો તેની કંઈ વિસાતમાં નથી. તાત્પર્ય કે તેમના કરતાં તેઓ ઘણે અધિક પ્રકાશ કરવાને શકિતમાન છે. પરંતુ નિમત્તના અભાવે તેઓ આવી કઈ પ્રવૃત્તિ કરતા નથી. આ વસ્તુ માત્ર આપણે સમજવા માટે જ છે. આજે, અહિયં પુરાણ વરા આ ત્રણ પદો વડે જ્યારે આપણે સિદ્ધ ભગવંતેને ગુણાનુવાદ કરીએ, ત્યારે તેમના આ જ્ઞાનપ્રકાશને મહાતિપુંજ તરીકે ચિંતવવો જોઈએ.
ત્રીજે તેમના આનંદગુણને લેવામાં આવ્યો છે, સિદ્ધાત્માઓ પોતાના મૂલભૂત આનંદસ્વરૂપમાં એટલા લીન હોય છે કે, સ્વંભૂરમણસમુદ્રની ગંભીરતા પણ તેની આગળ કંઈ નહિ, અર્થાત્ તે એની સરખામણીમાં બિલકુલ ઊભી રહી શકે નહિ. જ્યારે આપણે વાતવામી એ પદ વડે સિદ્ધભગવંતનો ગુણાનુવાદ કરીએ, ત્યારે તેમના આ ગુણને આપણું મન પ્રદેશ સમક્ષ ખડો કરે જોઈએ.
આ રીતે સિદ્ધ ભગવંતના સચ્ચિદાનંદમય સ્વરૂપને ભાવભરી અંજલિ આપ્યા પછી, તેમને સિદ્ધિ એટલે મુક્તિ,