________________
૩૩૨
લાગસ મહાસૂત્ર
મનુષ્યના સમનેરથા પૂર્ણ કરનારી છે. જેએ અનન્ય ભકિતભાવે જિનભગવંતાને આરોગ્ય, એધિલાભ તથા સમાધિમરણ માટે પ્રાના કરે છે, તેમને એ વસ્તુની પ્રાપ્તિ જરૂર થાય છે.
.
અહુ તાના ગુણાનુવાદ પૂરા થયા. તેમને જે પ્રાના કરવાની હતી, તે થઈ ગઈ. હવે સિદ્ધ ભગવંતાને ગુણાનુવાદપૂર્વક પ્રાર્થના કરવાની છે, તે સૂત્રની સાતમી અને છેલ્લી ગાથામાં સરસ રીતે કરવામાં આવી છે. સિદ્ધ ભગ વંતાના ગુણા તેા ઘણા છે. શાસ્ત્રોમાં તેમના ૩૧ ગુણાની ગણના થયેલી છે અને તેમના ૮ ગુણે ઘણા પ્રસિદ્ધ છે, પરંતુ એ બધાના સારરૂપે અહીં તેમના ત્રણ ગુણાની સ્તવના કરવામાં આવી છે. કેટલાક એમ માને છે કે સિદ્ધો તે માત્ર કલ્પના છે, તેમાં ખરેખર તા કઈ હેાતું જ નથી. આ માન્યતાનું નિરસન કરવા માટે સહુ પ્રથમ તેમના સત્~ ગુણને લેવામાં આવ્યે છે. સિદ્ધો સત્ છે, એટલે કે તેમનુ અસ્તિત્વ છે, તેમની વિદ્યમાનતા છે. આ સત્ કેવું છે ? તે શુદ્ધ આત્મસ્વરૂપ છે. અહીં ઉપમાથી કહેવું હાય તે એમ કહી શકાય કે સત્ સ્વરૂપે સિદ્ધો ચદ્રો કરતાં પણ વધારે નિમ લ હેાય છે. ચંદ્રમાં તે નાના સરખા પણુ ડાઘ હાય છે, પણ સિદ્ધોના આ સત્સ્વરૂપમાં નાના સરખા પણ ડાઘ હાતા નથી. આત્મને ડાઘ પડવાનુ–મલ લાગવાનું મુખ્ય કારણુ ક છે, તેના તે પૂર્વાવસ્થામાં આત્યંતિક નાશ થઈ ચૂકયા છે, એટલે સિદ્ધાવસ્થામાં તેનું સ્વરૂપ સંપૂર્ણ શુદ્ધ