________________
લેગસ્સ મહાસૂત્ર
પુરુષાર્થ. તાત્પર્ય કે જે વસ્તુ દુર્લભમાં દુર્લભ છે, તે જિનભક્તિને આશ્રય લેવાથી મળી જાય છે.
સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી મનુષ્યની દષ્ટિ સમ્યગૂ બને છે, એટલે કે તે સુદેવને બરાબર ઓળખી લે છે, સુગુરુને પણ બરાબર ઓળખી લે છે અને સુધર્મને પણ બરાબર ઓળખી લે છે, તેથી તેના જીવનમાં જિનભક્તિ, સદ્દગુરુને સમાગમ અને ધર્મને લગતી આચરણાઓ ગ્ય સ્થાન પામે છે. જે તેનું કઈ પણ કારણસર પતન ન થાય તે તેની આધ્યાત્મિક પ્રગતિ એક સરખી ચાલુ રહે છે અને તે ટૂંક સમયમાં જ મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. તાત્પર્ય કે જિનભક્તિથી થનારે આ લાભ ઘણો મોટો છે કે જેનું વાસ્તવિક મૂલ્યાંકન થઈ શકે એમ નથી.
જેઓ નિત્ય-નિયમિત જિનભક્તિ કરે છે, તેમને સમાધિમરણને લાભ થાય છે. અંતસમયે ચિત્તને સમાધિ રહેવીપૂર્ણ શાંતિ રહેવી, એ જેવું તેવું કામ નથી. જે પૈસા કે ઔષધથી તે પ્રાપ્ત થતી હોત તો બધા રાજામહારાજાઓ, બધા દેશનેતાઓ, બધા શ્રીમંતેને સમાધિમરણ પ્રાપ્ત થાત, પણ તેમાંના કેઈકને જ સમાધિમરણ પ્રાપ્ત થાય છે, બાકીના બધા બાલમરણે જ દેહ છોડે છે. બાલમરણથી આત્માની લેહ્યા બગડે છે અને તેથી ભવાંતરમાં. દુર્ગતિ પ્રાપ્ત થાય છે, તેથી સુજ્ઞ-શાણી-સમજુ મનુષ્યએ બાલમરણથી બચવું જોઈએ અને સમાધિમરણ માટે તત્પર થવું જોઈએ. સમાધિમરણ પ્રાપ્ત કરવાને સાચે-સુવિહિત