________________
ભવ્ય ભક્તિસૂત્ર
૩૧૯
અહું તે! તે! જન્મથીજ નીરોગી હાય છે, એટલે કે શરીર અને મનથી પૂરેપૂરા સ્વસ્થ હાય છે, એટલે તેમની ભક્તિ કરતાં આપણે પણ શરીર અને મનથી સ્વસ્થ મનીએ, એ સ્વાભાવિક છે. અનુભવે આ વસ્તુ સત્ય જણાઈ છે, એટલે તેમાં શકાને કોઈ સ્થાન નથી. અમે તે એમ પણ કહીએ છીએ કે જેઓ કોઈ પણ કારણે રોગગ્રસ્ત અની ગયા હાય અને કાઈ પણ ઉપચારથી સારા થતા ન હેાય, તેઓ નિત્ય-નિયમિત જિનભક્તિ કરવા લાગે તે સવ રાગથી મુક્તિ થાય છે અને આરાગ્યની પુનઃ પ્રાપ્તિ કરે છે. તાત્પર્ય કે જિનભક્તિમાં આરોગ્યપ્રદાન કરવાની અનૂભુત શક્તિ રહેલી છે અને તે અનેક પ્રયાગેાથી પુરવાર થયેલી છે.
જેઓ નિત્ય-નિયમિત જિનભક્તિ કરે છે, તેમને એધિલાભ એટલે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. સમ્યક્ત્વ એ અપાર્થિવ ઉત્તમકેટિનું રત્ન છે, એટલે કે આ જગતનું ભારેમાં ભારે રત્ન પણ તેની સરખામણીમાં આવી શકે એમ નથી. અથવા તા . અપાર્થિવ વસ્તુની પાર્થિવ વસ્તુ સાથે સરખામણી શી ? મોક્ષમાર્ગના સિદ્ધ ઉપાયામાં તેને પ્રથમ મૂકવામાં આવ્યું છે, તે પરથી તેનું મહત્ત્વ સમજી શકાશે. મનુષ્યને ધન, સ'પત્તિ, અધિકાર, પત્ની, પુત્રપરિવાર, મિત્રમંડળ બધું મળવુ સહેલું છે, પણ સમ્યક્ત્વ મળવું સહેલું નથી. ભગવાન મહાવીરે શ્રીમુખે કહ્યું છે કે ‘આ જગતમાં પ્રાણીએને ચાર વસ્તુ પ્રાપ્ત થવી દુર્લભ છે: (૧) મનુષ્યત્વ, (૨) સત્શાસ્ત્રાનું શ્રવણ, (૩) સમ્યક્ત્વ અને (૪) સંયમમાગ માં