________________
૩૩૪
લેગસ્સ મહસૂત્ર મિક્ષ કે નિવણ માટે પ્રાર્થના કરવી જોઈએ. તેમની આગળ બીજું માગીએ પણ શું ? તેમણે સિદ્ધિ પ્રાપ્ત કરી, તેથી સચ્ચિદાનંદ સ્વરૂપને પ્રાપ્ત થયા. આપણે પણ ! સિદ્ધિ પ્રાપ્ત કરી એવા જ સચ્ચિદાનંદ સ્વરૂપને પ્રાપ્ત કરીએ.
લેગસ્સસૂત્ર અહીં પૂરું થાય છે, પણ તે જિનભક્તિનું એક જવલંત ચિત્ર આપણી સમક્ષ ખડું કરતું જાય છે, જેને આપણે દીર્ઘકાલ સુધી ભૂલી શકીશું નહિ. આપણે જિનભક્તિને અનન્ય આદર કરી, તેનાથી અભીષ્ટની પ્રાપ્તિ - કરીએ, એ જ અભ્યર્થના.