________________
ભવ્ય ભક્તિસૂત્ર
૩૨૭ ગમે તેવી પરિસ્થિતિમાં પણ જન્મ લે એમ નથી, અવતાર ધારણ કરે એમ નથી, કારણ કે જન્મ–જરા-મરણમાંથી તેમને જે છૂટકારો થયેલ છે, તે છેવટને છે અને કાયમી છે.
જૈન શાસ્ત્રકારો કહે છે કે આત્માને ચાર ગતિ અને ચિરાશી લક્ષ જીવનિમાં ફરી ફરીને ઉત્પન્ન થવું પડે છે, જન્મ લેવો પડે છે, એનું ખરું કારણ ચાર પ્રકારના કષાયે અને તેના વડે ઉપાર્જિત કરેલાં કર્મો છે. પરંતુ અહંતોએ તો એ ચારે ય કષાયને પૂરેપૂરા જિતી લીધેલા. હોય છે અને તેના વડે કમેં ઉપાર્જિત થાય, એવી સ્થિતિ જ રહેવા દીધી નથી, એટલે તેઓ ચારગતિ કે રાશી લક્ષ જીવનિ પિકી કઈ પણ નિમાં જન્મ ધારણ ન કરતાં સીધા પંચમગતિમાં એટલે સિદ્ધસ્થાનમાં-મુક્તિપુરીમાં પહોંચી જાય છે અને સદા કાલ ત્યાં જ સ્થિતિ કરે છે. અહં તેના આ અપુનર્ભવ ગુણની પણ વારંવાર સ્તવનાપ્રશંસા કરવા જેવી છે.
અહં તેને ત્રીજું વિશેષણ જિનવરનું લગાડેલું છે, કારણ કે જૈન પરંપરામાં બીજા પણ જિને મનાયેલા છે અને તે બધામાં તેઓ શ્રેષ્ઠ હોય છે. જે જિનને અર્થ જ્ઞાન–ધ્યાનમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર એ કરીએ, તે અહંતે તેમાં મોખરે હોય છે, એટલે તેઓ જિનવર શબ્દ સાર્થક કરે છે. વળી ભક્તજનને તે જિન કરતાં જિનવર શબ્દ વધારે સેહામણું લાગે છે, એટલે ગુણાનુવાદના પ્રસંગે તેને ઉપયોગ થાય, એ સ્વાભાવિક છે.