________________
ર૬
લેગસ્સ મહાસૂત્ર યુદ્ધો કે બાહ્ય યુદ્ધ છે. તેમાં યશસ્વી થવું સહેલું છે, પણ કર્મકટક સામેનું યુદ્ધ કે જે મોટા ભાગે અંતરમાં જ લડાય છે, તેમાં યશસ્વી થવું સહેલું નથી. તાત્ત્વિક દષ્ટિએ તે આ યુદ્ધને પ્રારંભ લાખો-કેડે વર્ષ પહેલાં થઈ ગયે હોય છે, પણ કમકટક એટલું જોરાવર હોય છે કે તેને હરાવી શકાતું નથી. પરંતુ અહંતે મનુષ્ય તરીકેના તેમના છેલ્લા ભવમાં એ કર્મ કટકને હરાવવા માટે કૃતનિશ્ચયી હોય છે અને તે માટે તેઓ પિતાની સઘળી શક્તિઓનો ઉપયોગ કરે છે, તેથી જ તેઓ એ કર્મકટકને હરાવી યશસ્વી બને છે. અર્હતેના આ ભવ્ય પુરુષાર્થને તથા તેમની અસાધારણ વીરતાને જેટલી સ્તવીએ તેટલી ઓછી જ છે.
અહંતને બીજું વિશેષણ વન-નર-માળાનું આપવામાં આવ્યું છે, કારણ કે તેમણે જરા એટલે વૃદ્ધાવસ્થા અને મરણ એટલે મૃત્યુને અત્યંત ક્ષીણ કરી નાખ્યા છે. અન્ય શબ્દોમાં કહીએ તે તેને સર્વથા નાશ કરી નાખેલે છે, એટલે તેઓ હવે પછી કદી વૃદ્ધ થવાના નથી કે મૃત્યુ પામવાના નથી. જેઓ જન્મ ધારણ કરે છે, તેઓ પ્રથમ બાલ હોય છે, પછી યુવાન થાય છે અને છેવટે વૃદ્ધ એટલે ઘરડા થાય છે, પરંતુ જેમને હવે જન્મ જ થવાને નથી, તે વૃદ્ધ શી રીતે થાય? અને મૃત્યુ પણ શી રીતે પામે ? તાત્પર્ય કે તેઓ સકલકર્મ રહિત થવાને લીધે જન્મ–જરા-મરણથી મુક્ત થયેલા છે અને અજરામર અવસ્થાન પામેલા છે. હવે તેઓ કોઈ પણ સગમાં કે