________________
ભવ્ય ભક્તિસૂત્ર ફલ ઘણું વધારે બતાવ્યું છે, પણ તેને અર્થ એ નથી કે દ્રવ્યવદન જરૂરનું નથી. બે વંદનની સરખામણીમાં ભાવ વંદન ચડે, એમ કહેવાને જ તેમને આશય છે. સામાન્ય લકો તો પહેલા દ્રવ્યવંદન જ કરે છે અને ઘછી ભાવવંદન સુધી પહોંચે છે, એટલે દ્રવ્યવદનને ઓછું ફલદાયી ગણુને તેને ત્યાગ કરવામાં આવે તે સુવિહિત વ્યવહારને લેપ થાય અને વંદનને લગતી પ્રવૃત્તિ લગભગ બંધ પડી જાય, એટલે દ્રવ્યવંદન અને ભાવવંદન બંને જરૂરી છે. સુજ્ઞજનોએ દ્રવ્યવંદનમાંથી ભાવનંદન પ્રત્યે આવવાને પ્રયત્ન કર જોઈએ, જેથી વંદનનું યથાર્થ ફલ પામી શકાય. - જે વંદનની ક્રિયાનો વિકાસ કરી તેને પરાકાષ્ઠાએ પહોંચાડવામાં આવે તે તેનાથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. આ સંબંધમાં સિદ્ધાણું-બુક્રાણું-સૂત્રની નિમ્ન ગાથાનું નિરીક્ષણ ઉપયોગી થઈ પડશેઃ
इको वि नमुक्कारो, जिणवर-वसहस्स वद्धमाणस्स । संसारसागराओ, तारेइ नरं व नारिं वा ॥
જિનવરમાં ઉત્તમ એવા શ્રી મહાવીર સ્વામીને કરાયેલે એક જ નમસ્કાર પુરુષ કે સ્ત્રીને સંસારસાગરમાંથી તારે છે.”
આમાં ડું રહસ્ય છે. તે નહિ જાણનાર જિજ્ઞાસુજન વિચારમાં પડે છે કે “શું ભગવાન મહાવીરને એક