________________
૩૨૦
લોગસ્સે મહાસૂત્ર
નમસ્કાર કરવાથી સસારસાગરને તરી શકાય ખરા ?’ પરંતુ અહીં જે નમસ્કારની વાત છે, તે સામાન્ય નમસ્કારની નહિ, પણ સામર્થ્ય ચાગના નમસ્કારની વાત છે, એટલે કે જે પુરુષ અથવા સ્ત્રી મન-વચન-કાયાના પૂર્ણ પ્રણિધાનપૂર્વક શ્રી મહાવીર સ્વામીને અથવા તે કોઇ પણ અહુ તને નમ સ્કાર કરે, તે તે સંસારસાગર તરી જાય છે.
તાત્પર્ય કે સ્મરણ અને વન્દ્વનને ભક્તિની એક ભવ્ય ક્રિયા સમજીને આપણે તેને આશ્રય લેવાના છે.
આ સ્મરણ–વંદન કયા ક્રમે કરવુ, તે સૂત્રની બીજી ત્રીજી અને ચેાથી ગાથામાં બતાવેલુ છે, એટલે આપણે એ ક્રમને અનુસરવાના છે અને એક પછી એક અ`તને તેમના નામસ્મરણ પૂર્વક મન-વચન-કાયાથી વંદન કરવાનુ છે, જો આ વખતે આપણી સામે ચાવીશ જિનના પટ હોય તા અભિમુખભાવ સહેજે આવે છે, અન્યથા કલ્પનાના મળે એ ભાવ ઉત્પન્ન કરવા પડે છે. છેલ્લાં વીશ-પચીશ કથી. અમે નિત્યપૂજનમાં ચાવીશજિનના પટનુંમાંત્રિક પૂજન કરીએ છીએ, એટલે કે દરેકને નમસ્કારસૂચક મંત્ર એલીને તેમનુ વાસક્ષેપ વડે પૂજન કરીએ છીએ, તેમાં અમને અવનવા અનુભવા થયેલા છે. ખાસ કરીને મનના વિષાદ દૂર કરવામાં અને તેને પ્રસન્ન બનાવવામાં તે ચમત્કારિક અસર બતાવે છે. ‘ચિત્તપ્રસન્ગે રે પૂજનફલ કહ્યું' એ શ્રીમદ્ આનંદઘનજીની પ્રસિદ્ધ પુક્તિને અમે આ રીતે સાકાર થતી જોઈ છે. અને અહી એ પણ જણાવી દઈ એ કે