________________
૩૧૮
લેગસ્સ મહા સૂત્ર પૂજન અભિમુખભાવે થવા જોઈએ, એટલે કે અહંતે આપણું સન્મુખ સાક્ષાત્ બેઠા છે, એમ સમજીને જ આ ત્રિવિધ ક્રિયા કરવી જોઈએ.
પ્રથમ અહંતનું નામ લેવું, એ તેમનું સ્મરણ છે અને પછી તેમને ઉદ્દેશીને પ્રણામ કરવા, નમસ્કાર કરવા, વંદના કરવી, એ વંદન છે. આ વંદન માત્ર કાયાથી નહિ પણ વચનથી અને મનથી પણ થવું જોઈએ. વંદનને - લગતા શબ્દો ખૂબ ભાવથી બોલીએ, એટલે વચનથી અને મનથી પણ વંદન થયું ગણાય છે. જે વંદનને લગતા શબ્દો બેલીએ પણ તેમાં ભાવ ન હોય તે એ માત્ર વાચિક વંદન કહેવાય. અહીં ભાવથી વંદનીય પ્રત્યેને પૂજ્યભાવ સમજવાનું છે. તાત્પર્ય કે જ્યારે આપણે અહીં તેને બે - હાથ જોડીને તથા મસ્તક નમાવીને અથવા તે પંચાંગપ્રણિપાત દ્વારા વંદન કરતા હોઈએ, ત્યારે તેને લગતા શબ્દો પ્રકટ કે મનમાં બેસવા જોઈએ અને એ જ વખતે વંદનીય પ્રત્યે પ્રકૃષ્ટ પૂજ્યભાવ પણ લાવવો જોઈએ. માત્ર કાયાથી થતું વંદન, માત્ર વચન વડે થતું વંદન કે માત્ર કાયા અને વચન વડે થતું વંદન, એ પૂર્ણ વંદન નથી, જ્યારે તેમાં માનસિક વંદન ભળે, ત્યારે જ તે પૂર્ણતા પામે છે,
એટલે કે પૂર્ણ વંદનનું સ્વરૂપ ધારણ કરે છે અને ભક્તિનું -એક પ્રશસ્ત અંગ બને છે.
શાસ્ત્રકારોએ કાયિક અને વાચિક વંદનની ગણના - દ્રવ્યદનમાં છે અને માનસિક વંદનની ગણના ભાવવંદનમાં કરી છે. તેમાં દ્રવ્યવંદન કરતાં ભાવવંદનનું