________________
લાગસ મહાસૂત્ર
૩૨૩
“દન થતાં જ આપણું મન તેમાં પરોવાઈ જાય અને તલ્લીન થવા લાગે. એ સ્થિતિ ઉત્પન્ન થતાં મનમાં વિચારે આવશે નહિ. છતાં ખીજા વિચારો આવવા લાગે તે ત્યાં અર્હતના ગુણા વિચારવાનું શરૂ કરી દેવું, એટલે બીજા વિચારેના અટકી જશે. મુખ્ય વાત તે એ છે કે ચિત્તની સ્થિતિ અત્યંત વિક્ષિપ્ત હોવાથી જ પ્રભુપૂજાના સમયે બીજા વિચારો આવે છે, એટલે એ વિક્ષિપ્ત સ્થિતિ દૂર કરવા કે ઘટાડવા પ્રયત્નો કરવા જોઈ એ. જો પ્રવૃત્તિએ ઘણી હશે અને તેની જવાબદારીએ માથે હશે તે ચિત્તને વિક્ષેપ એળે નહિ થાય, તેથી ખરી જરૂર એ એ પ્રવૃત્તિઓ ઘટાડવાની અને માથે રહેલી જવાબદારીઓ ઓછી કરવાની છે.
ક—આ
ભગવાન મહાવીરે શ્રાવકોને માટે પરિગ્રહપરિમાણુવ્રત નિર્માણ કર્યું, તેના મુખ્ય હેતુ એ હતેા છે કે જો ધન–સંપત્તિની ઇચ્છિા મર્યાદિત હશે, તો મન જલ્દી કાબૂમાં આવશે અને તેના ઉપયોગ ધાર્મિક આધ્યાત્મિક વિકાસ માટે કરી શકાશે. આજે તે જેની પેઢી કે ઓફિસમાં પાંચ –સાત ટેલીફાના હાય અને એક મૂકે ત્યાં બીજો અને બીજો મૂકે ત્યાં ત્રીજો લેવાતા હાય કે એકને માજી રાખી બીજા સાથે વાત કરાતી હાય, તેને ધનવાન અને પ્રતિષ્ઠિત સમ જવામાં આવે છે, પણ તેમની આંતરિક હાલત કૂતરાના કાનમાં કીડા પડયા જેવી હાય છે, એટલે કે મનથી તેમને કોઇ વાતનું ચેન હાતું નથી. જ્યાં ઈચ્છાએ અમર્યાદિત હાય