________________
ભવ્ય ભક્તિસૂત્ર
૩૧૫ સંયમસાધનાના માર્ગે સંચરે છે કે ગૃહસ્થ જીવનમાં રહેવા છતાં યથાશક્ય સંયમની આરાધના કરે છે. તેમાંથી જ તેઓ એક સંઘશક્તિ ઉભી કરે છે, જે ધર્મારાધનમાં ઘણી ઉપયોગી થાય છે. આ સંઘશકિતને તીર્થ કહેવામાં આવે છે, કારણ કે તે સંસારસાગર તરવામાં સહાયભૂત થાય છે. તેથી જ લેકે તેમને ધર્મતીર્થકર કે તીર્થકર તરીકે ઓળખે છે અને તેમના પ્રત્યે આંતરિક શ્રદ્ધા-ભક્તિ-બહુમાન વ્યક્ત કરે છે. તાત્પર્ય કે તેઓ મહાજ્ઞાની હવા ઉપરાંત ધર્મને વિશાલ પાયે પ્રચાર કરનારા પણ હોય છે અને તે માટે જોઈતી સંઘશક્તિના નિર્માતા પણ હોય છે.
બધા અહંતે અપાયાપગમાતિશયથી યુક્ત હોય છે, એટલે કે અપને-કટને અપગમ કરવાની અદ્દભુત શક્તિ ધરાવતા હોય છે. પ્રથમ તેઓ રાગ અને દ્વેષરૂપી બે મહાન આંતરિક અપાયેને અપગમ કરે છે, એટલે કે તેને નાશ. કરે છે અને જિન કે વીતરાગદશા પ્રાપ્ત કરે છે. એ જ વખતે તેમને કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રાપ્ત થાય છે અને તેમની આસપાસની સવાસો યોજન જેટલી ધરતીમાંથી રોગ, વર, તથા ઈતિ–ભીતિઓરૂપી બાહ્ય અપાયને અપગમ એટલે નાશ થવા લાગે છે. તે પરથી લોકો સમજી જાય છે કે નક્કી આટલામાં કોઈ જિનબાબા-જિનમહાર્ષિ–જિનભગવંત વિચરતા હોવા જોઈએ, અન્યથા એકાએક આવી ઘટનાઓ બને નહિ. પછી તેમના દર્શન-સમાગમ સમયે પણ કેટલાક ચમત્કારે જોવામાં આવે છે, એટલે તેમની ખાતરી થાય છે કે નક્કી આ બધા ચમત્કારે જિનભગવંતની દિવ્ય.