________________
લેગસ્સ મહાસૂત્ર
આ કથન સાચી પરિસ્થિતિ સમજ્યા વિનાનું છે. જેને ભક્તિના સ્વરૂપને સુંદર વિકાસ કરેલ છે અને તેને પ્રશસ્ત પ્રણિધાન દ્વારા યેગનું સ્વરૂપ આપી, તેની મુક્તિમાર્ગના એક સુંદર અને સબલ સાધન તરીકે પ્રતિષ્ઠા કરેલી છે. જે સાધન કે કિયાનું અંતિમ ફલ મુક્તિ, મોક્ષ કે પરમપદની પ્રાપ્તિ ન હોય, તેને જૈન ધર્મ સ્વીકાર કરતે નથી, એ વાત લક્ષ્યમાં રાખવી ઘટે.
જૈન ધર્મ કહે છે કે પૃથ્વી, સરોવર, સાગર, નદી, કુંડ, પવન, અગ્નિ, ચંદ્ર કે સૂર્યની ભક્તિ કરવી, એ રેતીમાંથી તેલ કાઢવા જે વ્યર્થ પરિશ્રમ છે, કારણ કે એ ભક્તિ આત્મકલ્યાણનું-મુક્તિનું સાધન બની શકતી નથી. તેજ રીતે અજ્ઞાની, અપૂર્ણ કે વિષયી વ્યક્તિઓની ભક્તિ કરવી, એ રંક પાસેથી રને ઢગલે માગવા જે હાસ્યાસ્પદ પ્રયાસ છે. જે સિંહને શીંગડા ઉગે, સમુદ્રનું સમસ્ત જલ મીઠું બની જાય અને સૂર્ય પશ્ચિમમાં ઉગવા લાગે તે જ ગુણહીન પાસેથી ગુણની આશા રાખી શકાય. તાત્પર્ય કે પવિત્રતા, પ્રકાશ અને દિવ્ય જીવનની આશા રાખનારે તેવાજ ગુણેને પરાકાષ્ઠાએ પહોંચડાનાર પરમ આત્માનીપરમાત્માની ભક્તિ કરવી જોઈએ, પછી તે ગમે તે નામ કે સંજ્ઞાથી ઓળખાતા હેય. તે માટે શ્રી હરિભદ્રસૂરિનાં નિમ્ન વચને પ્રસિદ્ધ છે:
यस्य निखिलाश्च दोषान सन्ति सर्वे गुणाश्च विद्यन्ते। बह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै ।।