________________
૩૦૫
સાતમી ગાથાને અર્થપ્રકાશ
મમ વિસંતુ–મને આપે. આપણે જે નિવ૮ચરા, શાર્દુસુ હિ પચાસ અને સારવાળમી એ ત્રણ વિશેષણ વડે સિદ્ધોને ગુણાનુવાદ કરેલો છે, એટલે આપણને આવી પ્રાર્થના કરવાને અધિકાર છે. આપણું આ પ્રાર્થના સફલ થાય તે આપણે બેડો પાર થઈ જાય, તેથી આ પ્રાર્થના પવિત્ર ભાવના પૂરા બેલ સાથે કરવી જોઈએ. આ ગાથાની અર્થસંકલના નીચે પ્રમાણે સમજવી
અર્થ સંકલન જેઓ સતસ્વરૂપે ચંદ્રો કરતાં પણ વધારે નિર્મલ છે, જેઓ ચિસ્વરૂપે સૂર્યો કરતાં પણ વધારે પ્રકાશ કરનારા છે અને જેઓ આનંદ
સ્વરૂપે સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં પણ વધારે ગંભીર છે, એવા સિદ્ધભગવંતે મને શાશ્વતસુખથી પરિપૂર્ણ એવી સિદ્ધિગતિ આપો. ૭
લેગસ્સસૂત્રની સાતેય ગાથાને અર્થપ્રકાશ અહીં પૂરે થાય છે.