________________
[ ૧૮ ] સૂત્રાર્થદર્શન
લોગસ્સસૂત્રના અક્ષરદેહથી આપણે પરિચિત થયા છીએ, તેની સંસ્કૃત છાયા પણ જાણી ચૂકયા છીએ, તેના સામાન્ય અને વિશેષ અર્થોનો બોધ પણ કરી લીધો છે અને તેના આધારે થતી અર્થસંકલનને ખ્યાલ પણ મેળવી લીધે છે. હવે મૂલસૂત્રનું અર્થ સાથે દર્શન કરી લઈએ, જેથી આપણી જ્ઞાનયાત્રા સફલ થશે.
लोगस्स उज्जोअगरे, धम्मतित्थयरे जिणे । अरिहंते कित्तइस्सं, चउवीसंपि केवली ।१॥
ષડદ્રવ્યાત્મક ચૌદ રાજપ્રમાણ લેકનું સંપૂર્ણ સ્વરૂપ પ્રકાશનારા, સાતિશયા અનુપમવાણી વડે ધર્મની અપૂર્વ દેશના દેનારા તથા ધર્મારાધનના અનન્ય આલંબનરૂપ ચતુવિધ શ્રી સંઘરૂપ ભાવતીર્થની સ્થાપના કરનારા, રાગ અને શ્રેષરૂપી અંતરંગ શત્રુઓને પૂરેપૂરા જિતી લેનારા તથા ચેત્રીશ અદ્ભુત અતિશયથી યુક્ત અને અષ્ટમહા