________________
સાતમી ગાથાને અર્થપ્રકાશ
૩૦૩ ગણાય છે, તેમ સિદ્ધો પણ લકત્તમ ગણાય છે અને અરિહંતે શરણ લેવા ગ્ય ગણાય છે, તેમ સિદ્ધો પણ શરણ લેવા ગ્ય ગણાય છે, એટલે અરિહંત અને સિદ્ધો એ બંને સરખા ઉપાસ્ય છે. તેમાં આસન્ન–ઉપકાતિને લીધે અરિહંતની ગણના પહેલી થાય છે અને સિદ્ધોની ગણના બીજી થાય છે, એટલે જ ફરક છે.
અરિહંતે જેમ ધર્મોપદેશ વડે આપણા પર ઉપકાર કરે છે, તેમ સિદ્ધો મોક્ષમાર્ગની અવિપ્રણાશિતાનું ભાન કરાવીને આપણા પર ઉપકાર કરે છે. તાત્પર્ય કે સિદ્ધોના સમરણ–વંદન-પૂજનથી આપણને મોક્ષમાર્ગની યાદ આવે છે અને તે તરફ આગળ વધવાને ઉત્સાહ જાગે છે. તીર્થકરે સંસાર છોડીને દીક્ષાગ્રહણ કરતી વખતે નમો સિદ્ધ પદ બેલીને સર્વ સિદ્ધ ભગવંતેને નમસ્કાર કરે છે, એ સિદ્ધોને અપૂર્વ મહિમા સૂચવે છે.
આ સંગમાં અરિહંતની જેમ-તીર્થકરની જેમ સિદ્ધ ભગવંતને પ્રાર્થના કરીએ તો તેમાં કશું અનુચિત નથી. વળી બધા તીર્થકરે નિર્વાણ પછી સિદ્ધાવસ્થામાં હોય છે, એટલે એ પ્રાર્થના તેમને પણ થાય જ છે. જેમ કેઈ પર પ્રસન્ન કે નારાજ ન થનાર તીર્થકરેને કરેલી પ્રાર્થના નિષ્ફલ જતી નથી, તેમ સકલકર્મ રહિત નિરંજન નિરાકાર સિદ્ધ પરમાત્માને કરેલી પ્રાર્થના પણ નિષ્ફલ જતી નથી. સિદ્ધ પરમાત્માએ નજરે દેખાય એવા નથી, માટે નિરંજન કહેવાય છે અને તેઓ કેઈ આકૃતિ-વિશેષને ધારણ કરતા