________________
લેગર્સ મહા સૂત્ર
૩૦૨ * ચિત-આનંદ અવસ્થામાં એટલે કે સચ્ચિદાનંદસ્વરૂપે -અવસ્થિત હોય છે.
સિદ્ધા આ પદ વિશેષ્ય છે અને તે પહેલીના બહ- વચનમાં આવેલું છે. તેનું સંસ્કૃત રૂપ સિદ્ધાર છે. અહીં સિદ્ધને અર્થ નિકિતાર્થ કે કૃતકૃત્ય સમજવાનું છે. નિષ્ટિ તાર્થ એટલે જેમના સર્વ અર્થ કે પ્રજને સિદ્ધ થયા છે એવા. કૃતકૃત્ય એટલે જેમને હવે કંઈ કરવાનું રહેતું નથી એવા. સામાન્ય રીતે મનુષ્યને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર વર્ગ સાધવાના હોય છે. તેમાં અર્થ અને કામની સાધના કર્યા પછી ધર્મની સાધના કરવાની રહે છે અથવા તે અર્થ અને કામની સાધના ધર્મપૂર્વક જ કર. વાની હોય છે. અને ધર્મની સાધના કર્યા પછી મોક્ષની સાધના કરવાની રહે છે અથવા તે ધર્મની સાધના મેક્ષ પ્રાપ્તિના ધ્યેય પૂર્વક જ કરવાની હોય છે, પણ મોક્ષની સાધના કર્યા પછી કોઈ વસ્તુની સાધના કરવાની રહેતી નથી, એટલે તે નિકિતાર્થ કે કૃતકૃત્ય ગણાય છે.
સિદ્ધોની સ્થિતિ શાશ્વત સુખથી પરિપૂર્ણ હોય છે. શાસ્ત્રકારોના કહેવા મુજબ સર્વ દેવનાં સર્વકાલનાં સમસ્ત સુખને એકઠાં કરીને તેને અનંતવાર વર્ગના વર્ગથી ગુણવામાં આવે તે પણ તે સિદ્ધનાં સુખની બરાબરી કરી શકતાં નથી. તાત્પર્ય કે એ સુખ અનુપમ છે, અદ્વિતીય છે, અજોડ છે.
જૈન પરંપરામાં અરિહંતે મંગલરૂપ ગણાય છે, તેમ સિદ્ધો પણ મંગલરૂપ ગણાયા છે; અરિહંતે કેમ
હોય છે,
અને મોક્ષ
થઈ જતુની
એટલે તે ન