________________
૧૫૪
લેગસ્સ મહાસૂત્ર આજે આ વ્યાખ્યા ઘણી પ્રચલિત છે અને ધાર્મિક પાઠ્ય પુસ્તકમાં બહુધા તેને જ ઉલ્લેખ થાય છે. પરિ મે આપણા સહુનાં હૈયે અને હોઠે એ વસી ગયેલી છે.
(૩) નીતિ વિમોજાન્તરન રિપૂનિતિ વિના:જે રાગ, દ્વેષ અને મેહરૂપી અંગરંગ શત્રુઓને જિતે, તે જિન. આમાં રાગ અને દ્વેષ તે લીધા જ છે. વિશેષમાં મેહને ઉમેર્યો છે. જો કે મેહ એ રાગથી ભિન્ન વસ્તુ નથી, પણ લેકેને બંધ થવા માટે તે અહીં મૂકાયેલું છે. આ રાગ, દ્વેષ અને મેહ અંતરંગ શત્રુ છે, કારણ કે તે આત્માનું હિત બગાડવામાં કંઈ બાકી રાખતા નથી. તેમને જેર કરવાનું–જિતવાનું કામ ઘણું કઠિન છે, પણ ગુરુકૃપા, શાસ્ત્રસ્વાધ્યાય, દઢ સંક૯પ અને અપ્રમત્ત સાધનાના બળે તેમને જિતી જિનપદના અધિકારી થઈ શકાય છે.
અહીં એક પાઠકમિત્ર પ્રશ્ન કરે છે કે “આ વ્યાખ્યાઓમાં રાગ, દ્વેષ અને મેહને જિતવાની વાત છે, જ્યારે ભગવાન મહાવીર પોતે આત્માને જિતવાનું કહે છે, તેમાં શું સમજવું ? તેને ઉત્તર એ છે કે “આ બંને વસ્તુઓ તત્ત્વતઃ એક જ છે, પણ કહેવાની શૈલિન ફેર છે. તે માટે ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયનસૂત્રમાં કહેલી નીચેની ગાથાઓનું નિરીક્ષણ ઉપયોગી થઈ પડશે?
जो सहस्सं सहस्साणं, संगामे दुज्जए जिए। एगं जिणेज्ज अप्पाणं, एस से परमो जओ ।।