________________
૧૬૮
લેગસ્સ મહાસુત્ર ઉત્તર–બધા જ જિનેને નિયમ ૩૪ અતિશય હેય છે, એટલે ઓછા-વત્તાને પ્રશ્ન ઉદ્ભવતું નથી.
પ્રશ્ન –પરંતુ કઈ દેવેને કઈ જિન તરફ વધારે ભક્તિ હોય તે વધારે અતિશયે કરે કે નહિ?
ઉત્તર –દેવેને બધા જિને તરફ સરખી ભક્તિ હોય છે, એટલે તેઓ પિતાના કલ્પ અનુસાર કે દેવેન્દ્રની આજ્ઞા અનુસાર પિતાનું કર્તવ્ય બજાવ્યા કરે છે.
પ્રશ્ન –આજે જિનભગવંતનાં સાક્ષાત્ દર્શન કરવા હિય તે?
ઉત્તર તે મહાવિદેહ ક્ષેત્રમાં થઈ શકે, પણ ત્યાં જવાની આપણી શક્તિ નથી. કોઈ વિદ્યામંત્રસિદ્ધિના બળે ત્યાં જાય, એ જુદી વાત છે. શ્રી કાલિકાચાર્ય અમુક સંદેહના નિવારણાર્થ સૂક્ષ્મ દેહે મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી પાસે ગયા હતા, એ શાસ્ત્રમાં ઉલ્લેખ છે. આજના ધર્મ પ્રચારકોમાંથી કોઈ કઈ મહાવિદેહ ક્ષેત્રમાં ગયાને દાવો કરે છે, પણ તે માત્ર પ્રચાર છે, તેમાં સત્ય કંઈ નથી.
પ્રશ્નજિન ભગવંતના નામને મંત્ર જપીએ તો એ ફળે ખરે?
ઉત્તર –જરૂર. મંત્ર મંત્રનું કામ કરે છે, પણ તે શ્રદ્ધા, શુદ્ધિ અને વિધિપૂર્વક જપ જોઈએ.
પ્રશ્ન –જિન ભગવંતની કોઈ પ્રકારની માન્યતા રાખી શકાય ખરી?
ઉત્તર –ના, એ એક પ્રકારનું મિથ્યાત્વ છે.
*