________________
પ્રથમ ગાથાને અર્થપ્રકાશ-૫
૧૯૭ પ્રશ્નોત્તરી પ્રશ્ન – કીર્તન કે સ્તવન કેવું કરવું જોઈએ ? ઉત્તર :–ઉત્તમત્તમ વ્યકિતઓનું. પ્રશ્ન –આવી ઉત્તમોત્તમ વ્યક્તિઓ કઈ છે? ઉત્તર :–તીર્થકરે-જિન-અર્વતકેવલીઓ. પ્રશ્ન :-તેમની સંખ્યા કેટલી હશે?
ઉત્તર –જે ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણેય કાલ અને સર્વક્ષેત્રો સામે રાખીને કહીએ તે અનંત, અને માત્ર અવસર્પિણીકાલ અને ભરતક્ષેત્રને સામે રાખીને કહીએ તે વીશ.
પ્રશ્ન –આ વીશે ય અહંકેવલીઓનું સ્તવન સાથે કરી શકાય ખરું?
ઉત્તર: હા. સમાન ગુણવાળી સઘળી વ્યક્તિઓનું સ્તવન સાથે કરી શકાય. આ ચોવીશે ય અહિતકેવલીઓ ગુણમાં સમાન છે.
પ્રશ્ન –આ વીશે ય અર્હતકેવલીઓનું સ્તવન કરવાનું તાત્કાલિક ફલ શું ?
ઉત્તર:–આ વીશેય અહેતુકેવલીઓનું સ્તવન કરવા બેસીએ તેટલો વખત સંવર એટલે પાપવ્યાપારને ત્યાગ થાય છે; જીભ, મુખ તથા અંતઃકરણ પવિત્ર બને છે અને વાતાવરણમાં વિમલતા પ્રસરે છે. વળી આ ક્રિયા જોઈ અન્ય લોકોને પણ આવી ક્રિયા કરવાનું મન થાય છે, એટલે પવિત્રતાની પરંપરા ચાલે છે અને તે અનેકનાં કલ્યા