________________
લેગસ મહાસૂત્ર આ વરી પદ અહીં વિશેષ્ય છે અને સ્ટોર उज्जोअगरे, धम्मतित्थयरें, जिणे तथा अरिहंते ५४ तेना વિશેષણો છે, જે અનુક્રમે જ્ઞાનાતિશય, વચનાતિશય, અપાયાપરામાતિશય અને પૂજાતિશયનું સૂચન કરે છે.
બધા વિશેષાર્થો લક્ષ્યમાં લેતાં પ્રથમ ગાથાની અર્થ સંકલના નીચે પ્રમાણે થાય છે?
પ્રથમ ગાથાની અર્થસંકલના પકવ્યાત્મક ચૌદ રાજપ્રમાણુ લકનું સંપૂર્ણ સ્વરૂપ પ્રકાશનારા, સાતિશયા અનુપમ વાણુ વડે ધર્મની અપૂર્વ દેશના દેનારા તથા ધર્મારાધનના અનન્ય આલંબનરૂપ ચતુર્વિધશ્રી સંઘની સ્થાપના કરનારા, રાગ અને દ્વેષરૂપી અંતરંગ શત્રુઓને પૂરેપૂરા જિતી લેનારા તથા ચોવીશ અદૂભૂત અતિશયથી યુક્ત અને અષ્ટમહાપ્રાતિહાર્ય તથા ત્રણેય લોકના નાયકેની પૂજા પામનારા એવા ચોવીશે પણ અહંકેવલીઓનું હું સ્મરણ–વંદનપૂર્વક સ્તવન કરીશ. ૧.
પ્રિય પાઠકે ! લેગસ્સસૂત્રની પ્રથમ ગાથામાં કેવુંકેટલું રહસ્ય ભરેલું છે? તે આ અર્થસંકલના પરથી સમજી શકાશે. તેના પર ચિંતન-મનન કરતા રહેવાથી જિન ભગવંતનું એદ સુંદર-સુરેખ ચિત્ર તમારા મન પર જરૂર અંક્તિ થશે અને તેનું વારંવાર ઉબેધન થતાં તેમનાં દર્શનનો લાભ મળ્યા કરશે.