________________
બીજી ત્રીજી-ચેથી ગાથાને અર્થપ્રકાશ - ૨૩૩ સ્ત્રી રૂપે કેમ જન્મવું પડ્યું ? તેની કથા જાણવા જેવી છે.
જંબુદ્વિપના અમરવિદેહમાં સલિલાવતી વિજયમાં વિતશેકા નામની નગરી હતી. તેમાં બલ નામે રાજા હતે. તેને ધારિણી નામની રાણીથી મહાબલ નામે પુત્ર થયે. આ મહાબલને અચલ, ધરણ, પૂરણ, વસુ, વૈશ્રવણ અને અભિચંદ્ર નામના છ રાજાએ મિત્ર હતા. હવે મહાબલને પૂર્વના પુણ્યદયે દીક્ષા લેવાની ઈચ્છા થઈ. તેણે આ વાત પિતાના છયે મિત્રોને કરી, એટલે પરસ્પરના સ્નેહથી તેઓ પણ દીક્ષા લેવા તૈયાર થયા. આ રીતે સાતે ય જણે દીક્ષા લીધા પછી એવો નિર્ણય કર્યો કે આપણે બધાયે સરખી તપશ્ચર્યા કરવી, પણ મહાબલમુનિ પિતાને સહુથી અધિક ફલ મળે એવી ઈચ્છાથી કઈ પણ બહાનું કાઢી પારણને દિવસે પણ આહાર ન લેતાં અધિક તપશ્ચર્યા કરવા લાગ્યા. તેમણે વિશ સ્થાનકના આરાધનથી તીર્થકર નામકર્મ બાંધ્યું, પણ માયામિશ્ર તપને કારણે સ્ત્રીવેદ બંધાયે, જે તેમને તીર્થકરના ભવમાં ઉદયમાં આવ્યું. કર્મ કેઈને છોડતા નથી, એ હકીકત જૈન શાસ્ત્રોમાં અનેક સ્થળે અનેક રૂપે કહેવામાં આવી છે.
હવે શ્રી મલ્લિનાથ અંગે બીજું પણ થોડું જાણી લે. મલ્લિકુમારીના પૂર્વભવના મિત્ર અચલને જીવ સાકેતપુર નગરમાં પ્રતિબુદ્ધ નામે રાજા થયે. ધરણને જીવ ચંપાપુરીમાં ચંદ્રછાય નામે રાજા થયે. પૂરણનો જીવ શ્રાવસ્તી નગરીમાં રુકમી નામે રાજા થયે. વસુને જીવ વારાણસી