________________
- ૨૭૦
લેગસ્સ મહા સુત્ર - “૩મા” છે, જેને અર્થ “ઉત્તમ કે શ્રેષ્ઠ છે? પણ શાસ્ત્રોમાં તેની અર્થઘટના અન્ય રીતે પણ થયેલી છે. દાખલા -તરીકે આવશ્યકનિયુક્તિમાં એમ કહ્યું છે કે
मिच्छत्तमोहणिज्जा, नाणावरणा चरित्तमोहाओ । तिविहतमा उम्मुक्का, तम्हा ते उत्तमा हुंति ॥
મિથ્યાત્વ મોહનીય, જ્ઞાનાવરણીય અને ચારિત્રમોહનીય એ ત્રણ પ્રકારના તમસૂથી-કર્મથી ઉન્મુક્ત થયેલા હોવાથી તે ઉત્તમ કહેવાય છે.”
ચેઈયવંદમહાભાસમાં કહ્યું છે કે “ તમત્તો સત્તત્તિ–જેમનું તમસૂ નાશ પામ્યું છે, તે ઉત્તમ.”
ગશાસપવિવરણમાં તથા ધર્મસંગ્રહમાં તેને અર્થ પ્રકૃષ્ટ કર્યો છે : “ ઉત્તમ પ્રદE : તાત્પર્ય કે અહીં ઉત્તમ પદ પ્રકૃષ્ટતા કે શ્રેષ્ઠતાનું વાચક છે અને તે આત્માની ઉજજવલતા ભણી ઈશારે કરે છે.
સિદ્ધા–આ પદ પહેલી વિભક્તિના બહુવચનમાં આવેલું છે અને વિશેષ્યનું સ્થાન ધરાવે છે. તેનું સંસ્કૃત રૂપ છેઃ “સિદ્ધાર” સિદ્ધ શબ્દના અનેક અર્થો છે, તેમાંથી અહીં - સિદ્ધિઓના સ્વામી” એવો અર્થ ગ્રહણ કરવાને છે. તાત્પર્ય કે તીર્થકર ભગવંતે અનેક સિદ્ધિઓના સ્વામી હોય છે, તેથી સિદ્ધ તરીકે સ્તવાય છે, વંદાય છે અને પૂજાય છે. અહીં કદાચ પ્રશ્ન થશે કે આવા સિદ્ધ પુરુષો