________________
-૨૭૬
લોગસ્સ મહા સૂત્ર (૯) ઘેડા લાભે સંતોષ માનવો. (૧૦) એકદમ સાહસિક પગલું ભરવું નહિ
પ્રાચીન કાળમાં કોનું જીવન સાદું હતું અને પ્રકૃતિ એટલે કુદરત (Nature) ની વધારે નજીક હતું, એટલે તેમનું શારીરિક અને માનસિક સ્વાથ્ય સારા પ્રમાણમાં જળવાઈ રહેતું, જ્યારે વર્તમાનકાલમાં આપણે કુદરતથી ઘણું દૂર ચાલ્યા ગયા છીએ અને આપણું જીવન જટિલ બન્યું છે, એટલે શારીરિક અને માનસિક રોગના ભેગ વારંવાર બની જઈએ છીએ. એક કુટુંબમાં દશ વ્યક્તિઓ હોય, તે તેમાંથી આઠની દવા ચાલતી હોય, એવી આપણી સ્થિતિ છે. તાત્પર્ય કે આજે તે શરીર અને મનનું સ્વાચ્ય અનિવાર્ય અગત્યની વસ્તુ બની ગઈ છે, એટલે તેના વિના ચાલે એમ નથી. આ પરિસ્થિતિ સુધરે તે ધાર્મિક આધ્યાત્મિક વિકાસને લગતી પ્રવૃત્તિઓ પાંગરી શકે અને અભ્યદયને માર્ગ મોકળો થાય. તાત્પર્ય કે આ સંગમાં આપણે આ જગતના સહુથી ઉત્તમ સિદ્ધ પુરુષને અર્થાત્ તીર્થકરોને શારીરિક અને માનસિક સ્વાસ્થ માટે પ્રાર્થના કરીએ, એ ઘણું જરૂરી છે.
એક પાઠકમિત્ર પ્રશ્ન કરે છે કે “આ રીતે આપણે તીર્થકર ભગવંતે આગળ શારીરિક અને માનસિક સ્વાસ્થ માટે પ્રાર્થના કરીએ, એ એક પ્રકારનું નિયાણું નથી શું?” તેને ઉત્તર એ છે કે “આપણે તીર્થકર ભગવંતે આગળ શારીરિક અને માનસિક સ્વાસ્થની માગણી એટલા માટે