________________
ઠ્ઠો ગાથાના અર્થ પ્રકાશ
૨૭૫
,
6
•
જેનું શરીર સ્વસ્થ, તેનુ' મન સ્વસ્થ; ' એવી એક કૃતિ પ્રચલિત છે. તેના એક સિદ્ધાંત તરીકે સ્વીકાર ભલે ન કરીએ, પણ તેમાં ઘણું તથ્ય રહેલુ છે, એટલે શારીરિક સ્વાસ્થ્ય તરફ પ્રથમ ધ્યાન આપવા જેવુ છે. ‘શરીરમાથું વજી ધર્મસાધનમ્’ એ પ્રાચીન કિત પણ આ જ વાતનું સમન કરે છે.
અહીં એટલી સ્પષ્ટતા જરૂરી છે કે શરીરનું સ્વાસ્થ્ય જાળવવા માટે, જેમ ઉપર બતાવેલા કેટલાક નિયમાનુ અનુસરણ જરૂરી છે, તેમ મનનુ સ્વાસ્થ્ય જાળવવા માટે પણ કેટલાક નિયમોનું અનુસરણ જરૂરી છે. જેમકેઃ—
(૧) કોઇ પણ બાબતમાં આકળા—ઉતાવળા થવું નહિ. (૨) દરેક વાત ધીરજથી સાંભળવી અને તે પર બરાબર વિચાર કરવેા.
(૩) શકાએ કરવી નહિ.
(૪) ભયગ્રસ્ત થવું નહિ.
(૫) કરેલું કામ નિષ્કુલ જતું નથી, એવો વિશ્વાસ
રાખવો.
(૬) ગુસ્સે થવું નહિ. જો ગુસ્સા આવે તે પ્રથમ ૧ થી ૧૦ સુધીની સંખ્યા ગણવી. (૭) મિથ્યાભિમાન કરવું નહિ.
(૮) કોઇનું ભૂંડું કરવું નહિ, કરવાની વૃત્તિ પણ રાખવી નહિ.