________________
૨૮૦
લેગસ્સ મહા સૂત્ર દેડવા તત્પર થયે, ત્યારે કાચબે ગંતવ્યસ્થાને પહોંચી ગયે હતે, એટલે તે શરત જિતી ગયે અને સસલે શરત હારી ગયે.
આ વાત તે નાનકડી છે, પણ તે આપણને ઘણે ધ આપી જાય છે. જેઓ છતી શક્તિએ કરવાનું કામ કરતા નથી અને તે ભવિષ્ય પર મુલતવી રાખે છે, તેઓ જીવનરૂપી શરત હારી જાય છે. તાત્પર્ય કે મનુષ્ય સમજ્યા ત્યાંથી સવાર ગણુને પિતાના ધ્યેય તરફ પગલાં માંડવા જોઈએ, તે જ તે આખરી મંજિલે પહોંચી શકે.
એક મનુષ્ય શરીર અને મનથી સ્વસ્થ હોય, પણ તે સમ્યક્ત્વથી યુક્ત ન હોય, એટલે કે દેવ, ગુરુ અને ધર્મ સંબંધી સાચી દષ્ટિ ધરાવતે ન હોય, તે એ ધાર્મિકઆધ્યાત્મિક પ્રગતિ શી રીતે કરી શકવાને? એટલે તેણે બેધિલાભ માટે પ્રાર્થના કરવાની છે. અન્ય શબ્દોમાં કહીએ તે તેણે બેધિલાભ માટે શક્ય એટલા પ્રયત્ન કરવાના છે.
અહીં કદાચ એવો પ્રશ્ન પૂછાશે કે “બોધિલાભ સ્વાભાવિક રીતે જ થાય છે કે પ્રયત્નથી થાય છે ?” તેને ઉત્તર એ છે કે “કેટલાક આત્માઓને બેધિલાભ સ્વાભાવિક રીતે એટલે અન્ય કેઈની સહાય વિના થાય છે, જ્યારે ઘણું ખરા આત્માઓને પ્રયત્નથી થાય છે. આ પ્રયત્નમાં સદ્ગુરુને સમાગમ મુખ્ય છે.” તાત્પર્ય કે જેઓ સદુગુરુને સમાગમ કરતા રહે છે, તેમની વ્યાખ્યાન-વાણી સાંભળતા રહે છે, તેમને પ્રશ્નો પૂછીને શંકાનું સમાધાન