________________
૨૯૪
લેગસ્સ મહસૂત્ર રૂપ છેઃ “નિર્માતાઃ” જેમાંથી મલ-મલિનતા ચાલી ગઈ હોય, તેને નિર્મલ કહેવાય અને જે વધારે નિર્મલ હેય, તે નિર્મલતર કહેવાય. વિશેષણના છેડે લાગતું ના પદ તેના ગુણની વૃદ્ધિ બતાવનારું છે. તાત્યપર્ય કે નિર્મઢતનો અર્થ “વધારે નિર્મલ” સમજવાનો છે.
હુ નિમઢી-ચંદ્રોથી પણ વધારે નિર્મલ” આવું વિશેષણ સિદ્ધોને લગાડવામાં આવ્યું છે, એટલે તેનું રહસ્ય પણ સમજી લઈએ. ચન્દ્રની ગણના આ જગતની એક મહાન નિર્મલ વસ્તુ તરીકે થાય છે, કારણ કે તેને પ્રકાશ નિર્મલ હોય છે અને તે શીતલતાને કારણે સહુને આફ્લાદક થઈ પડે છે. અનુભવીઓનું કહેવું છે કે ચન્દ્રનાં કિરણોમાંથી એક પ્રકારનું અમૃત ઝરે છે, જે
ઔષધિઓને તથા પ્રાણીઓને નવું જીવન આપે છે. ચન્દ્રમાં બીજા પણ અનેક ગુણો છે, જેનાથી આકર્ષાઈને વિદ્વાનોએ તેનાં રસભર્યા વર્ણને કર્યા છે અને કવિઓએ તેની કાવ્યમય પ્રશસ્તિઓ રચી છે. આજે પણ તે માનવજાતિનું અનેરું આકર્ષણ કરી રહેલ છે અને શોધખોળનો વિષય બનેલ છે. પરંતુ તેમાં સસલાના આકારને ડાઘ છે, તેથી તેની નિર્મલતા ખામીભરેલી છે; જ્યારે સિદ્ધોનું સતઆત્મસ્વરૂપ એવું છે કે તેમાં જરા પણ ડાઘ નથી, એટલે તેમને ચંદ્રો કરતાં પણ વધારે નિર્મલ માનવામાં આવ્યા છે.
અહીં સિદ્ધ શબ્દથી સકલકર્મ રહિત શુદ્ધ આત્મા સમજવાને છે. પ્રારંભમાં તે આત્મા આઠેય કર્મથી યુક્ત