________________
સાતમી ગાથાને અર્થપ્રકાશ
૨૯૫ હોય છે, એટલે તેમાં મલિનતા ઘણું હોય છે, પણ તે તપ-જપ-સંયમ–ધ્યાનાદિ વડે જેમ જેમ કર્મને નાશ કરતે જાય છે, તેમ તેમ તેની એ મલિનતા ઓછી થતી. જાય છે અને એ રીતે જ્યારે તે સર્વે કર્મોને સંપૂર્ણ નાશ કરી નાખે છે, ત્યારે તેમાં જરા પણ મલિનતા રહેતી. નથી, અર્થાત્ તે પિતાના સત્ય સ્વરૂપે પ્રકાશી ઉઠે છે.
કેટલાક એમ માને છે કે તેલ ખૂટતાં જેમ દીવે ઓલવાઈ જાય છે, તેમ બધી વાસનાઓને ક્ષય થતાં આત્મારૂપી દો બુઝાઈ જાય છે, એટલે તેનું અસ્તિત્વ રહેતું નથી, પણ આ માન્યતા ભૂલભરેલી છે. આત્મા તે. સત્ રૂપ છે, ષડુદ્રમાંનું એક દ્રવ્ય છે, એટલે તેને કદી નાશ થતો નથી. તાત્પર્ય કે તેની સર્વ વાસનાઓને ક્ષય થયા પછી, તેનાં સર્વ કર્મો નાશ પામ્યા પછી પણ તે પિતાના સત્ય સ્વરૂપે અનંતકાલ સુધી ટકી રહે છે.
પ્રારંભમાં સોનું માટીમાં ભળેલું હોય છે, ત્યારે તે મલિન અવસ્થામાં હોય છે, પણ કેટલાક પ્રયોગોના પરિણામે માટી છૂટી પડી જાય છે, ત્યારે તે શુદ્ધ સ્વરૂપે બહાર આવે છે અને તેને વ્યવહાર સેના તરીકે–સુવર્ણ તરીકે થાય છે. અહીં માટી છૂટી પડવાથી સોનાને નાશ. થતું નથી, તેમ આત્મા વાસનારહિત કે કર્મરહિત થતાં તેના સને-ભૂલભૂત સ્વરૂપને નાશ થતો નથી. જે વાસના કે કર્મના નાશ સાથે આત્માનું અસ્તિત્વ મટી જતું હેત. તે આજે આ લેકમાં એક પણ સિદ્ધ હેત નહિ, પણ,