________________
૨૮૮
લેગસ્સ મહાસુત્ર દિવસનું છે,” તે આપણી સ્થિતિ કેવી થાય અને આપણે શું શું કરીએ? તે વિચારી લેશે. અમને ખાતરી છે કે આ ભવિષ્યકથન સાંભળતાં જ કેટલાકના હેશકશ ઉડી જશે અને તેમને ખાવાનું પણ અકારું થઈ પડશે. તેમને મિાજમજાય ગમશે નહિ કે કઈ વસ્તુમાં આનંદ આવશે નહિ તેમના મનમાં એક જ વિચાર ઘોળાયા કરશે કે “હવે હું મરી જવાનો !” જેઓ જીવન અને મૃત્યુ અંગે ઠીક ઠીક સમજ ધરાવે છે, તેઓ પણ એના આઘાતથી મુક્ત નહિ હેય. આપણામાં જે સાચે તત્વજ્ઞાની હશે-જ્ઞાની હશે, તે જ એમ માનશે કે મૃત્યુ એ વેશપરિવર્તનની જેમ નવા દેવધારણની ક્રિયા છે, એટલે તેને આવવું હોય, ત્યારે ભલે. આવે. હું મારી તૈયારી કરી લઉં. અને તે સંસારવ્યવહારની બધી ગડમથલે છડી ભગવાનનું ભજન કરવા લાગી જશે. અને તેના જપ–ધ્યાનમાં મગ્ન બનશે.
અહીં અમને સ્પષ્ટ કહેવા દો કે આપણે આજની સ્થિતિ ઘણી વિચિત્ર છે. આપણને જીવતાં પણ આવડતું નથી અને મરતાં પણ આવડતું નથી. આપણે મનુષ્યદેહધારી હોવા છતાં પશુનું જીવન જીવીએ છીએ અને કેટલીક વાર તે પશુ કરતાં પણ બદતર જીવનનું પ્રદર્શન કરીએ છીએ. આપણને વિશિષ્ટ વિચારશક્તિ મળી છે, પણ તેને ઉપગ ભલાં કામ કરતાં બૂરાં કામમાં વધારે કરીએ છીએ. વડીલોને વિનય, ગુરુજનેની પૂજા, સંતસેવા, કર્તવ્યનિષ્ઠા, દયાની લાગણી, પરોપકારની વૃત્તિ, સદાચારમાં