________________
છ ગાથાને અર્થપ્રકાશ
૨૮૭ અહીં એટલી સ્પષ્ટતા કરી દઈએ કે મરણ એ જીવનને સરવાળે છે, એટલે જેણે જે જાતનું જીવન પસાર કર્યું હોય, તેને તે પ્રકારનું મરણ પ્રાપ્ત થાય છે. વધારે સ્પષ્ટ કહીએ તે જેણે જીવનમાં અનેક પ્રકારનાં પાપ કર્યા હાય, અનેક પ્રકારનાં કાળાં-ધોળાં કર્યા હોય અને છેવટ સુધી એ જ જાતની પ્રવૃત્તિઓ ચાલુ રાખી હોય, તેને આલમરણ પ્રાપ્ત થાય છે, જ્યારે જીવનને જિનભક્તિના રંગે રંગનારા, ધાર્મિક-આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરનારા અને કોઈનું પણ ભલું કરી છૂટનારાઓને પંડિતમરણ કે સમાધિમરણ પ્રાપ્ત થાય છે. તાત્પર્ય કે પાપીઓને પંડિતમરણ કે સમાધિમરણ પ્રાપ્ત થાય અને ધર્મપરાયણ વ્યક્તિઓને બાલમરણ પ્રાપ્ત થાય, એ શક્ય નથી. તેથી હિતાવહ એ છે કે સમાધિમરણને ઈચછનારાઓએ પોતાના જીવનને પ્રારંભથી જ ધર્મપરાયણ બનાવવું અને તેમાં જિનભક્તિને વિશેષ સ્થાન આપવું.
જેણે શ્રી જિનેશ્વરદેવની ભક્તિ મન-વચન-કાયાથી લાંબા સમય સુધી કરી હોય, તેને મેટા ભાગે પિતાના મૃત્યુ સમયની ખબર પડી જાય છે, એટલે તે અંતસમયની આરાધના કરવા તત્પર બને છે અને એ આરાધના કરતે કરતે સમાધિપૂર્વક મરણને ભેટે છે. આને આપણે ધન્ય મૃત્યુ સમજવું જોઈએ. | આપણને કઈ દેવ, ગેબી ફિરસ્તે કે અવલ નંબરને એલિયે આવીને એમ કહે કે “હવે તમારું આયુષ્ય સાત